Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૯ બટુક યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરશે
જામનગર તા. ૧૫: જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તા. ૧૯.૧.૨૫ના સાત રસ્તા પાસે એમ.પી. શાહ લો કોલેજના ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિતનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ સમૂહ યજ્ઞોપવિતમાં ૪૯ બટુકો યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરશે. તા. ૧૮-૧ના બપોરે ૩ વાગ્યે મંડપ મુહૂર્ત, સાંજે ૪ વાગ્યે ગણેશ સ્થાપન, સાંજે પાંચ વાગ્યે મામેરૂ, ૫.૩૦ વાગ્યે પીઠી, ૭.૩૦ વાગ્યે દાંડીયા રાસ અને રાત્રે ૯ વાગ્યે ભોજન સમારંભ રાખેલ.
તા. ૧૯-૧ ના સવારે ૭ વાગ્યે બટુક મૂંડન, ૮ વાગ્યે ગણેશ પૂજન, ૮.૩૦ થી ૯.૩૦ વાગ્યે ચા-નાસ્તો સવારે ૯.૩૦ વાગ્યે ગ્રહ શાંતિ, ૧૧ વાગ્યે યજ્ઞોપવિત વિધિ, બપોરે ૧૨ વાગ્યે કાશી યાત્રા યોજાશે. ૧૨.૩૦ વાગ્યે મહાપ્રસાદ થશે.
સમૂહ યજ્ઞોપવિતની શાસ્ત્રોકત વિધિ ભાગવતાચાર્ય રશ્મીનભાઈ ત્રિવેદી કરાવશે. મુખ્ય મહાપ્રસાદના મનોરથી ગં.સ્વ. મંજુલાબેન લક્ષ્મીદાસ પૂજારા, યોગેશભાઈ પૂજારા, રીટાબેન પૂજારા, રાહીલભાઈ પૂજારા, અવનીબેન પૂજારા તથા પૂજારા પરિવારે આર્થિક સહયોગ આપ્યો છે.
સમૂહ યજ્ઞોપવિત પ્રસંગે ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી), આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ, ચતુર્ભુજદાસજી મહારાજ, જિલ્લા/ શહેરના ઉચ્ચ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિતના આગેવાનો, બ્રહમસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial