Advertisement
Author: નોબત સમાચાર

હાપાના જલારામ મંદિરમાં મકરસંક્રાંતિ પર્વે ગૌચારા અન્નકૂટ પછી હવે ૧૧૧ પ્રકારના રોટલાની તૈયારી

ગૌપૂજન, આરતી, આકર્ષક રંગોળી સાથે ઉજવણીઃ આજે ચરિત્ર સત્સંગ યોજાશેઃ

જામનગરના હાપા સ્થિત શ્રી જલારામ મંદિરે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, તેમજ શ્રી મંગલા વિઠ્ઠલેશ્વર ગૌશાળા દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી, અને ત્રિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો કરવામાં આવી રહૃાા છે. જેમાં મંદિર પરિસરમાં ગૌચારા અન્નકૂટ યોજાયો હતો ઉપરાંત, શ્રી જલારામબાપા ચરિત્ર સત્સંગ, તેમજ ૧૧૧ પ્રકારના રોટલાના અન્નકોટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગઈકાલે મકરસંક્રાંતિના પર્વના દિવસે ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ આરતી કરવામાં આવી હતી. અને મહિલાઓ દ્વારા ગૌમાતાની પ્રતિકૃતિવાળી વિશાળ અને આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીમાં વિવિધ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરીને સુંદર સ્વસ્તિક બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જલારામ સેવા ટ્રસ્ટના તમામ હોદ્દેદારો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મકરસંક્રાંતિના પર્વને ધાર્મિક અને સામાજિક રીતે ઉજવવામાં આવ્યો હતો. ગૌમાતાનું પૂજન કરીને સૌએ આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ ભાવિકો દ્વારા ગૌ માતાને આરોગ્ય વિષયક વિવિધ વાનગીઓ અન્નકોટના દર્શનાર્થે મૂકવામાં આવી હતી, અને ત્યારબાદ ગૌમાતા ને ખવડાવવામાં આવી હતી. અને ગૌમાતાની આરતી પણ કરવામાં આવી હતી. જેમાં અનેક ગૌભક્તો જોડાયા હતા. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં સંવાદિતા અને ધર્મ પ્રેમીઓમાં ભાઈચારો વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આ ઉપરાંત પૂજ્ય જલારામ બાપાને ૧૧૧ પ્રકારના રોટલાનો મહાપ્રસાદ ધરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. જેના માટે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા અનેક જલારામ ભક્તો દ્વારા પોતાના ઘેર વિવિધ પ્રકારના રોટલા તૈયાર કરીને પૂજ્ય જલારામબાપા સમક્ષ પ્રસાદરૂપે ધરવામાં આવશે.  આ ઉપરાંત આજે મંદિર પરિસરમાં સૌપ્રથમ વખત જલારામબાપા ચરિત્ર સત્સંગનું આયોજન કરાયું છે, જેમાં પૂજ્ય શાસ્ત્રીજી રમણીકલાલ દવે (લંડનવાળા) દ્વારા પૂજ્ય જલારામ બાપાનું જીવન ચરિત્ર રજૂ કરાશે. સમગ્ર ત્રિવિધ કાર્યક્રમ મહોત્સવની ઉજવણી માટે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપા, સેવા સમિતિના તમામ સભ્યોએ જહેમત લઈ રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh