Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ડાક અદાલત યોજાશે

જામનગર તા. ૧૫: અધિક્ષક ડાક ઘર, જામનગર વિભાગ, જામનગર દ્વારા ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટેની ડાક અદાલતનું આયોજન આગામી તા. ૩૧-૧-૨૦૨૫ (શુક્રવાર)ના સાંજે ૪ વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં ટપાલ વિભાગની સેવાઓ જેવી કે રજિસ્ટર, પાર્સલ, મની ઓર્ડર, નાની બચત યોજનાઓ સહિતની ફરિયાદો શ્રી સહાયક અધિક્ષક (મુખ્ય મથક) અધિક્ષક ડાક ઘર, જામનગર વિભાગ, જામનગર-૩૬૧૦૦૧ને તા. ૨૮-૧ ના સાંજે ૬ વાગ્યા સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. વધુમાં કોઈપણ ફરિયાદ કોઈપણ એક વિષયને અનુલક્ષીને તેમજ સચોટ અને ટૂંકાણમાં આપવાની રહેશે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયની ટપાલ સેવાઓને લગતી ફરિયાદોને સાંભળીને નિકાલ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh