Advertisement
Author: નોબત સમાચાર

દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણમાં ઉતરેલા ૧૦૦ શ્રમિકોનું ભૂખ્યા-તરસ્યા તડપીને મૃત્યુ

ગેરકાયદે ખનન અટકાવવા ઘાતકી પોલીસે ખાણમાં લટકતુ દોરડુ જ કાપી નાંખ્યુ

ડર્વન તા. ૧૫: સોનાની ખાણમાં ૧૦૦ મજૂરોના ભુખ તરસથી તડપી તડપીને મોત થયા હોવાના અહેવાલોએ હાહાકાર મચાવ્યો છે. બિનગેરકાયદેસર ખનન અટકાવવા માટે દ. આફ્રિકાની પોલીસે ક્રુર કાર્યવાહી કરીને ખાણીયા અંદર હતા અને બહારથી જ દોરડું કાપી નાખ્યું હતું.

 દક્ષિણ આફ્રિકાની બિનકાયદેસર ખાણમાં ૧૦૦ મજુરોના મોતના મામલાએ તમામ લોકોને ઝકઝોરી નાખ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ભુખ હોવાનું જણાવાઇ રહૃાું છે. ખાણમાં ભોજન-પાણીનો સપ્લાય અટકી જવાના કારણે મજુરોના મોત થઇ ચુકયા છે.

ખાણમાં ફસાયેલા મજુરો અનેક મહિનાઓ સાથે ભુખ અને તરસનો સામનો કરતા હતા. દક્ષિણ આફ્રિકાના સ્ટિલફોટેન શહેરની નજીક બફેલ્સફોંટેનમાં આવેલી સોનાની ખાણમાં આશરે ૧૦૦ થી વધારે મજુરો ફસાયેલા હતા. જેને બહાર કાઢવા દરમિયાન માહિતી મળી કે ભુખ અને તરસના કારણે તેમના મોત થઇ ચુકયા છે. આ ઘટના સાથે જોડાયેલા મજુરો દ્વારા મોબાઇલ ફોન દ્વારા મોકલાયેલા વીડિયો દ્વારા મળી. જેમાં પ્લાસ્ટિકમાં લપેટાયેલા શબ જોવા   મળ્યા છે.

માઇનિંગ અફેક્ટેડ કમ્યુનિટીઝ યુનાઇટેડ ઇન એક્શન ગ્રુપ અનુસાર રાહત કાર્યમાં અત્યાર સુધી ૨૬ મજુરોને જીવીત બહાર કાઢવામાં આવી ચુકયા છે અને ૧૮ શબોને પણ બહાર કાઢવામાં આવી ચુકયા છે. જો કે આ ખાણ એટલી ઉંડી છે કે ત્યાં હજી પણ આશરે ૫૦૦ મજુરો ફસાયેલા હોઇ શકે છે. ખાણની ઉંડાઇ ૨.૫ કિલોમીટર હોવાનું જણાવાઇ રહૃાું છે.

પોલીસે ખાણને સીલ કરવાના પ્રયાસ બાદ મજુરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસનું કહેવું છે કે, મજુરોની ધરપકડના ડરથી બહાર નહોતા આવી રહૃાા, જ્યારે મજુરોનો આરોપ છે કે, પોલીસે તેમના દોરડા કાપી નાખ્યા હતા. જેના કારણે તેઓ બહાર જ નિકળી શકયા નહોતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પહેલું મોતના કારણે ભુખ હોવાનું જણાવાયું છે. ખાણમાં ભોજન અને પાણીનો સપ્લાય બંધ થવાના કારણે તમામ મજુરોના મોત થયા છે. મજુરોના મોતે ખાણની સુરક્ષા અને નિયંત્રણ પર ગંભીર સવાલો પેદા કર્યા છે.

દક્ષિણ આફ્રિકામાં બિનકાયદેસર ખનન એક સામાન્ય સમસ્યા છે. મોટી કંપનીઓ જ્યારે ખાણને બેકાર સમજીને છોડી દે છે તો સ્થાનિક ખાણીયા તેમા વધેલું સોનું પોતે બહાર કાઢીને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે આ સં૫ૂર્ણ મેન્યુઅલ પ્રકારે છે. આ લોકો પોતાનો ટિફિન અને પાણીની બોટલો સાથે ઉતરે છે. દોરડાની મદદથી ઉતરે છે. તેવામાં તેઓ ફસાય તો પણ અનેક દિવસો સુધી તેમની ખબર પડતી નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh