Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ માટે યોજાયો
જામનગર તા. ૧૩: જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસર્સ, મેડિકલ ઓફિસરો, તાલુકા સુપરવાઈઝરો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે પીસી એન્ડ પીએનડીટી એક્ટ ની જાગૃતિ માટે અને કાયદાકીય માર્ગદર્શન મળી રહે તે હેતુથી જિલ્લા કાનુની સત્તા સેવા મંડળ ના એડિશનલ સિનિયર સિવિલ જજ એ. એમ. શુક્લા દ્વારા કાયદાકીય માર્ગદર્શન, લિંગ પરીક્ષણ, ગર્ભપાત વગેરે વિષયો પર મુદ્દાસર ચર્ચા કરી હતી તેમજ આ પ્રકારની કામગીરીમાં સંકળાયેલા જિલ્લાના તબીબોને પીસી પીએનડીટી એક્ટની અમલવારી અંગે થતી મુશ્કેલીઓ બાબતે જરૂરી યોગ્ય માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ સેમિનારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો નૂપુર પ્રસાદ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો પુજાબેન ડોડીયા,જિલ્લા ક્ષય અધિકારી ડો પંકજકુમાર સિંઘ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો રાજેશ ગુપ્તા, રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. જયેશ પટેલ, જિલ્લા આઈ ઈ સી અધિકારી નીરજ મોદી, મહિલા બાળ અધિકારીની કચેરીના બંસીબેન ખોડિયાલ, યજ્ઞેશ ખરેચા તથા તાલુકા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial