Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટની રિજનલ વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં
જામનગર તા. ૧૩: વીજીઆરસીમાં કલ્યાણપુર અને તળાજાની માઈનિંગ કંપનીઓ દ્વારા રૂ।. ૧૬૦ કરોડના એમઓયુ થયા હતાં, તદુપુરાંત ગુજરાતમાં 'માઈનિંગ રિવોલ્યુશન' વિશે પરિસંવાદ પણ યોજાયો હતો.
રાજકોટમાં તારીખ ૧૧ જાન્યુઆરીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાયું હતું. આ કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે ૧ર જાન્યુઆરીના વિવિધ વિષયો ઉપરના બી.ટી.બી. અને બી.ટુ.જી.ની સાથોસાથ ઈગ્નાઈટિંગ ધ ફ્યુચર ગુજરાત માઈનિંગ રિવોલ્યુશનની થીંગ ઉપર સેમિનાર યોજાયા હતાં. જેમાં રાજ્યના જિયોલોજી એન્ડ માઈનિંગ વિભાગ દ્વારા ઉદ્યોગ સાહસિકો સાથે ગુજરાતમાં માઈનિંગ વેલ્યુશનના વિષય ઉપર પરિસંવાદ યોજાયો હતો.
આતકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની એલ. એન્ડ એસ. કંપની દ્વારા રૂ।. ૧૦૦ કરોડના એમઓયુ થયા હતાં, જેના થકી ૧૦૦ જેટલા લોકોને રોજગારી મળી શકશે, જ્યારે ભાવનગર જિલ્લાના તળાજાના વિરેન્દ્રસિંહ સાવરિયા દ્વારા રૂ।. ૬૦ કરોડના એમઓયુ કરાયેલ છે, જેમાં ૭પ જેટલા લોકોને રોજગારી મળી શકશે.
આ પ્રસંગે જી.એમ.ડી.સી.ના મેનેજિંગ ડાયરેક્ટર રૂપવતસિંહ (આઈએએસ), ખાણ-ખનિજ વિભાગના કમિશનર ધવલ પટેલ (આઈ.એ.એસ.) ની પ્રેરક ઉપસ્થિતિમાં જી.એસ.આઈ.ના ડાયરેક્ટર ડૉ. બિજયકુમાર દાસ, સિનિયર જીઓલોજીસ્ટ સુમિત ચૌહાણ, જી.એમ.ડી.સી.ના સિનિયર અધિકારી સ્વાગત રે. રજત દાસ, પ્રોપેલ ઈન્ડસ્ટ્રીઝના નિરવ નેવાસ્કર, પી.ડબલ્યુ.સી.ના એસોસિયેટ ડિરેક્ટર અભિનવ સેનગુપ્તા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતાં.
આ પરિસંવાદમાં માઈનિંગ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો દ્વારા મિનરલ એક્સપ્લોરેશન, ક્રિટિકલ એન્ડ સ્ટ્રેટેજિક મિનરલ પોટેન્શિયાલિટી ઓફ ગુજરાત, મિનરલ પ્રોસેસીંગ વિગેરે વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતાં, જેમાં આધુનિ ટેકનોલોજી, પ્રોડક્શન કઈ રીતે વધારવું, માઈનિંગ ઉદ્યોગકારો માટે સરકારની પ્રોત્સાહક યોજના, માઈનિંગ ક્ષેત્રમાં તક અને ચેલેન્જ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
માઈનિંગ સેક્ટર માટે અતિ મહત્ત્વના કહી શકાય તેવા આ પ્રસંગે ખાણ અને ખનિજ વિભાગ તરફથી એડિશનલ ડિરેક્ટર એસ.જે. ચાવડા, સિનિયર જીઓલોજીસ્ટ એન.એ. પટેલ, આસિસ્ટન્ટ જીઓલોજીસ્ટ ડો. પ્રતીક શાહ પણ હાજર રહ્યા હતાં, સાથોસાથ ખૂબ જ મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોએ ઉપસ્થિત રહી પ્રસંગે સફળ બનાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial