Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આગામી કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને 'આપ' દ્વારા પરિવર્તન સભા યોજાઈઃ મહાનુભાવો ઉપસ્થિત

ઈસુદાન, ગોપાલ ઈટાલીયા, હેમત ખવા દ્વારા સરકારને આડેહાથ લેવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા મારૂ કંસારા હોલ પાછળ ગઈકાલે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, જિલ્લા પ્રમુખ વસરામભાઈ આહિર તથા સૌરાષ્ટ્ર ઝોનના આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રકાશ દોંગા સહિતના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમજ જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઈ ખવા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, હાલના શાસનમાં જનતાનું નહીં પરંતુ અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે. જ્યારે ધારાસભ્ય હેમત ખવાએ પોતાના ઉદ્બોધનમાં આક્ષેપ કર્યાે હતો કે, જામનગરમાં બનાવવામાં આવી રહેલો ઓવરબ્રિજ લોકો માટે નહી પરંતુ એક ખાનગી કંપનીના શરૂ થવા જઈ રહેલા પ્રોજેક્ટના ફાયદા માટે બનાવાઈ રહ્યો છે.

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ સરકારને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી જે રસ્તા પરથી નીકળવાના હોય તે રસ્તા રાતોરાત નવા બનાવી દેવાય છે. તો મુખ્યમંત્રીને એટલી ખબર નહી હોય કે આ રસ્તાઓ આપણે મંજૂર કર્યા નથી તેમ છતા હું જ્યાં જાવ ત્યાં નવા રસ્તા કેમ થઈ જાય છે!

ઉપરોક્ત સભામાં ભ્રષ્ટાચારના મુદ્દે આક્રમક પ્રહાર કરતા પ્રકાશ દોંગાએ પણ મોખાણામાં સરકારી શાળાની ઈમારત બનવામાં ૧૫ વર્ષ લાગી ગયા છે તેમ જણાવી લોકોને જાગૃત થવા આહ્વાન  કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh