Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત પર ૫૦ ટકાથી વધીને ૭૫ ટકા ટેરિફ થશે ?: ક્રૂડ નહીં, પણ અન્ય ચીજોનો ઈરાન સાથે ભારત કરે છે વેપારઃ જો કે, હજુ ભારત અંગે સ્પષ્ટ ઉલ્લેખ થયો નથી
નવી દિલ્હી તા. ૧૩: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા ટ્રુથ પર પોસ્ટ મુકીને ઈરાન સાથે વેપાર કરતા દેશો પર વધુ ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરતા ભારતની ચિંતા વધી છે. ભારત ઈરાનથી હાલમાં ક્રુડની આયાત કરતું નથી, પરંતુ અન્ય કેટલીક ચીજોનો વેપાર કરે છે. ભારત ઉપરાંત ચીન, યુએઈ અને તુર્કી પણ ઈરાન સાથે વેપાર કરે છે. જો કે, આ જાહેરાતમાં ભારતનો સ્પષ્ટ ઉલ્લેખ થયા નથી, છતાં ૭૫ ટકા ટેરિફની સંભાવના જણાવાઈ રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રાંત ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપાર જગતમાં ફરી એકવાર ખળભળાટ મચાવ્યો છે. રશિયા પછી હવે ઈરાન સાથે વેપાર કરતા દેશોને ટ્રમ્પે સીધી ચેતવણી આપી છે. ટ્રમ્પની આ નવી જાહેરાત પછી ભારત માટે વ્યાપારી પડકારો વધી શકે છે, કારણ કે ભારત અને ઈરાન વચ્ચે હજુ પણ અનેક ચીજવસ્તુઓનો મોટો વેપાર ચાલુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે દેશો ઈરાન (ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન) સાથે વેપાર ચાલુ રાખશે, તેમણે અમેરિકામાં નિકાસ થતા પોતાના માલ પર વધારાનો ૨૫ ટકા ટેરિફ ચૂકવવો પડશે.
ટ્રમ્પે આ આદેશને 'અંતિમ' ગણાવ્યો છે અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવાની વાત કહી છે. ભારત માટે આ નિર્ણય ચિંતાજનક સાબિત થઈ શકે છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને હથિયારો ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર પહેલાથી જ ૨૫ ટકા ટેરિફ લાદેલો છે, જે વધીને ૫૦ ટકા સુધી પહોંચ્યો છે. હવે જો ઈરાન સાથેના વેપાર બદલ વધુ ૨૫ ટકા ટેરિફ ઉમેરાય, તો ભારત પરનો કુલ યુએસ ટેરિફ ૭૫ ટકા ટકા સુધી પહોંચી શકે છે.
નોંધનીય છે કે ૨૦૧૯થી ભારતે અમેરિકાના દબાણ હેઠળ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાત બંધ કરી દીધી છે. જો કે, અન્ય ચીજવસ્તુઓનો વેપાર હજુ પણ સક્રિય છે. તાજેતરના વર્ષોમાં ભારત ઈરાનના પાંચ સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનો એક રહૃાો છે. ભારતથી ઈરાનમાં નિકાસ થતી મુખ્ય ચીજોમાં ચોખા, ચા, ખાંડ, ફાર્માસ્યુટિકલ્સ, કૃત્રિમ ફાઈબર, ઇલેક્ટ્રિકલ મશીનરી અને કૃત્રિમ ઘરેણાંનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ભારત પણ ઈરાન સાથે ખાંડ, ચા, દવા અને સૂકા ફળો સહિત ઘણી વસ્તુઓ પર વેપાર કરે છે. હાલમાં, અમેરિકાએ ભારત વિશે કોઈ ચોક્કસ ટિપ્પણી કરી નથી. ટ્રમ્પની આ જાહેરાતથી વૈશ્વિક સ્તરે અમેરિકાના સંબંધો પર પણ અસર પડી શકે છે, કારણ કે ઈરાનના ભાગીદારોમાં માત્ર પડોશી દેશો જ નહિં પરંતુ ભારત, તુર્કી, ચીન અને સંયુકત આરબ અમીરાત જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પે હજુ સુધી આ ટેરિફ કેવી રીતે લાગુ કરવામાં આવશે, કયા દેશોને અસર થશે અને શું કોઈને મુકિત આપવામાં આવશે તે અંગે કોઈ વિગતો આપી નથી. તેથી ભારત થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial