Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભરણપોષણ તથા મકાન ભાડુ ચૂકવવાનો હતો હુકમઃ
જામનગર તા. ૧૩: જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં ક્લિનિક ચલાવતા એક મહિલા તબીબે પતિ વિરૂદ્ધ અદાલતમાં કરેલા કેસમાં અદાલતે પુત્રનું ભરણપોષણ ચૂકવવા, ઘરનું ભાડુ આપવા સહિતના હુકમો કર્યા હતા. તે હુકમ સામે વડી અદાલતમાં ક્વોસીંગ પીટીશન કરાઈ હતી. તે પીટીશન વડી અદાલતે રદ્દ કરી છે.
જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આંખના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ડો. સુમિતા દાસ દ્વારા તેમના પતિ મનોજકુમાર બાલકૃષ્ણ ખત્રી સામે વર્ષ ૨૦૧૮માં અદાલતમાં ડોમેસ્ટિક વાયોલેન્ડ એક્ટ હેઠળ અરજી કરાઈ હતી. જેમાં જણાવાયા મુજબ તેઓના દવાખાનામાં આવવું નહીં, અરજદારણનો સંપર્ક કરવો નહી, ઘરેલુ હિંસા થાય તેવા કોઈ કૃત્ય કે હિંસા થાય તેવું કૃત્ય આચરવું નહીં તેવી દાદ માંગવામાં આવી હતી અને રહેઠાણની સગવડ માટે દર મહિને રૂ।.૨૦ હજારની માગણી પણ કરવામાં આવી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આ તબીબની ક્લિનિકની જગ્યામાં અડચણ ન કરવી, તેઓને દૂર ન કરાવવા સહિતના હુકમો ઉપરાંત દર મહિને રૂ।.૨૦ હજાર રહેઠાણના ભાડા પેટે તેમજ પુત્રના ભરણપોષણ પેટે રૂ।.૧૦ હજાર ચૂકવી આપવા હુકમ કર્યાે હતો. તે હુકમ સામે મનોજકુમાર ખત્રીએ હાઈકોર્ટમાં ક્વોસીંગ પીટીશન કરી હતી. તે પીટીશન હાઈકોર્ટે રદ્દ કરી છે. અરજદારણ તરફથી વકીલ વિજય નાંગેશ, અમિત જે. પરમાર રોકાયા હતા.