Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાંબા સમયથી ગેરહાજર હતાં: કામદારની વ્યાખ્યામાં આવતા નથીઃ દલીલો ગ્રાહ્ય
જામનગર તા. ૧૩: જામનગરની જાણીતી સહકારી બેંક ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક લિ.માં ઓફિસર તરીકે ફરજો બજાવી રહેલા કિરીન ઓઝા, સંજીવ ત્રિવેદી તથા જીતેન પટેલની અન્ય શાખામાં મેનેજર તરીકે બદલી કરવામાં આવી હતી. ત્રણેય કર્મચારીઓ પોતાની મરજી મુજબની જગ્યાએ નોકરી કરવી હોય જેથી લાંબા સમયગાળા સુધી બદલી પામેલી જગ્યાએ હાજર ન હતાં અને ગેરહાજર રહેવા અંગેની કોઈ જ મંજુરી મેળવવામાં આવી ન હતી, જેથી આ ત્રણેય કર્મચારીઓને બેંકની કેર ટેક કમિટી દ્વારા લેખિત હુકમ કરી લાંબી ગેરહાજરીના કારણે બરતરફ કરાયા હતાં.
આ હુકમને સદરહુ કર્મચારીઓ દ્વારા મજૂર અદાલત સમક્ષ ધી ગુજરાત ઔદ્યોગિક સંબંધક અધિનિયમ, ૧૯૪૪ ની જોગવાઈઓ હેઠળ પડકારવામાં આવ્યા હતાં અને જે કેસમાં સદરહુ કર્મચારીઓ બેંકના ઉચ્ચ હોદ્દા પર અને વહીવટી કામગીરી કરી રહ્યા હોય, જેથી તેઓ મજૂરની વ્યાખ્યામાં આવતા ન હોવાની હકીકતો કોર્ટના રેકર્ડ પર લાવવામાં આવી હતી, અને આ કેસોમાં બેંક તરફે સાહેદ તરીકે બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજર અલ્પેશ મોલિયાને તપાસવામાં આવ્યા હતાં અને તેઓ દ્વારા પણ ત્રણેય કર્મચારીઓ કામદારની વ્યાખ્યામં આવતા ન હોવાની જુબાની આપવામાં આવી હતી, જે જુબાનીને અને તેના સમર્થનમાં ગુજરાત હાઈકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતમાં જુદા જુદા ચૂકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતાં. આ ચૂકાદાઓને તથા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈને આ ત્રણેય કર્મચારીઓ દ્વારા ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક લિ. વિરૂદ્ધ કરવામાં આવેલી પુનસ્થાપીત અંગેનો કેસ રદ્ કરવામાં આવેલ છે. આ કેસમં ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક લિ. તરફે વકીલ હમીદ એચ. દેદા રોકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial