Advertisement
Author: નોબત સમાચાર

સિંગાપોર-મલેશિયા હેલ્પર તરીકે નોકરીએ લગાડવાની લાલચ બતાવી પરોડીયાના શખ્સે સાતને શીશામાં ઉતાર્યા

રૂ।.૧૧,૫૬,૪૦૦ની રકમ મેળવી લઈ નોકરીવાંચ્છુઓને બતાવ્યો ઠેંગોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના સિક્કા ગામના એક આસામીને ગયા એપ્રિલ મહિનામાં મળી ગયેલા ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામના એક શખ્સે સીંગાપોર અથવા મલેશીયા હેલ્પર તરીકે કામે લગાડવાની અને માતબર પગાર અપાવવાની લાલચ બતાવી શીશામાં ઉતાર્યા હતા. આ આસામી સહિત સાત વ્યક્તિએ બે મહિનામાં રૂ।.૧૧,૫૬,૪૦૦ ચૂકવ્યા પછી પણ નોકરીએ ન લગાડાતા આખરે છેતરાઈ ગયાનો અહેસાસ કરતા તમામ કારીગરો વતી સિક્કાના આસામીએ પરોડીયાના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી કરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં વસવાટ કરતા ચિરાગભાઈ નરેશભાઈ પરમાર (ઉ.વ.ર૮) નામના યુવાનના સંપર્કમાં ગયા એપ્રિલ મહિનામાં જામખંભાળિયા તાલુકાના પરોડીયા ગામના મયુર પૂંજાભાઈ મસુરા ઉર્ફે માયુ નામના શખ્સ આવ્યા હતા. જેમાં મયુરે સાત વ્યક્તિને સીંગાપોર તથા મલેશીયામાં હેલ્પરના કામ માટે મોકલવાના છે તેવી વાત કરી હતી.

મજૂરીકામ કરતા ચિરાગભાઈએ ત્યાં જવા માટે ઉત્સુકતા બતાવતા તેમને તથા અન્ય છ વ્યક્તિને સીંગાપોર અને મલેશીયા મોકલી આપવાની અને ત્યાં દર મહિને રૂ।.સવા લાખ જેટલી રકમ પગાર પેટે મળવાની આંબા આંબલી મયુરે બતાવી હતી. તેથી નોકરી તથા માતબર પગારની લાલચમાં ચિરાગભાઈ તથા અન્ય વ્યક્તિઓએ જુદા જુદા સમયે અને જુન મહિના સુધીમાં રૂ।.૧૧ લાખ ૫૬૪૦૦ મયુરને રોકડેથી અને બેંક ખાતામાં આપી દીધી હતી.

ત્યારપછી છ મહિના વીતી ગયા હોવા છતાં મયુરે ચિરાગભાઈ સહિતના સાતેય કારીગરને સીંગાપોર કે મલેશીયા મોકલવા માટે કોઈ તજવીજ ન કરી હતી તેથી આ વ્યક્તિઓએ પોતે ચૂકવેલી રકમ પરત માંગી હતી. તે રકમ આપવાની બદલે મયુર મસુરાએ ગલ્લાતલ્લા કરતા આખરે ચિરાગભાઈએ સિક્કા પોલીસ મથકમાં પોતાની તેમજ અન્ય વ્યક્તિઓની સાથે રૂ।.૧૧,૫૬,૪૦૦ની છેતરપિંડી કરવા અંગે પરોડીયા ગામના મયુર પુંજાભાઈ મસુરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૮ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh