Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઈવાપાર્કમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાયુ

મહાનુભાવોની ઉપસ્થિતિઃ ભાવિકોની ભીડ

                                                                                                                                                                                                      

અખંડ ઓમકાર નાદથી સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત તા. ૮ જાન્યુઆરીથી ૭૨ કલાકના અખંડ ઓમકાર નાદ સાથે કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના શિવાલયોમાં ૭૨ કલાક સુધી અખંડ મંત્રોચ્ચાર ઉપરાંત સત્સંગ અને મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના ઈવાપાર્કમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં સાંજના સમયે દિવ્ય દીપોત્સવ અને મહાઆરતી નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંદિરને વિશેષ રૂપે ફૂલો, દીવો, રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મંદિર પરિસર આધયાત્મિક તેજથી ઝળહળી ઉઠ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મહાઆરતી રહ્યું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને ભક્તિભાવથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયુું હતું. આસપાસના વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઉપરાંત ભક્તો હાથમાં દીવડા લઈને આરતીમાં સહભાગી થયા હતા. જેમાં ભાજપ અગ્રણી બીનાબેન કોઠારી, કોર્પોરેટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh