Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના એક બિલ્ડરે નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક બિલ્ડરે પોતાની વિરૂદ્ધ ફેસબુકમાં બદનામી કરતી પોસ્ટ ડિલીટ કરવા જે તે આઈડી ધારકને કહેતા તેમની પાસેથી રૂ।.ર૩ લાખ પડાવી લેવાનો કારસો કરાયો હતો. સાયબર ક્રાઈમ પોલીસે આ ફરિયાદ પરથી શરૂ કરેલી તપાસમાં એક આરોપીની ધરપકડ થઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી ફગાવી દેવાઈ છે.
જામનગરના સ્મિત જયંતિભાઈ પરમાર નામના આસામી રાજ કન્સ્ટ્રક્શન નામની પેઢી ચલાવે છે. તેમના નામ જોગ ફેસબુક પરથી વિશાલ કણસાગરા નામની આઈડી મારફતે 'મામેરાની તૈયારી કરો, રાજ કન્સ્ટ્રક્શનવાળા સુમિત જયંતિલાલ પરમાર તથા નીતિન જયંતિલાલ પરમાર' નામની પોસ્ટ રીલીઝ થઈ હતી. તે ધ્યાને આવતા સુમિતભાઈએ આ આઈડીના સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા પરસોત્તમભાઈ કણઝારીયાનો સંપર્ક થયો હતો.
ત્યારપછી આ પોસ્ટ ડિલીટ કરવા માટે રૂ।.પ૦ લાખની માગણી કરવામાં આવી હતી અને અંતમાં રૂ।.ર૩ લાખ જુનાગઢ મોકલાવી આપો તેમ કહ્યા પછી સ્મિતભાઈ પાસેથી તોડનો પ્રયત્ન કરાયો હતો અને પરસોત્તમભાઈ પરમાર નામના વ્યક્તિ પૈસા મળી જવાની જવાબદારી લેતા હોય તો પોસ્ટ ડિલીટ કરી નાખીશ તેમ જણાવાયું હતું. પૈસા ન મળે તો સ્મિત તથા નીતિન સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની ધમકી પણ આપવામાં આવી હતી.
આ બાબતની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા જામનગરથી પરસોત્તમભાઈ તમામ વિગતો વિદેશમાં વિશાલ કણસાગરાને મોકલાવતા હોવાનું અને વિશાલ કણસાગરા ઉપરોક્ત રેકેટ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગુન્હો નોંધી પરસોત્તમ પરમારની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા ફરિયાદી સ્મિત પરમારના વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ દ્વારા કરાયેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી નકારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial