Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજવાયરમાં પેરાસૂટ અટવાયું: વીડિયો વાયરલ થયોઃ
જામનગર તા. ૧૩: કાલાવડમાં હેલીપેડ સોસાયટી પાસે ગઈકાલે એક યુવાન આકાશમાં પેરાસૂટથી ઉડયન કરતો હતો ત્યારે કોઈ કારણથી તેનું પેરાસૂટ જમીન તરફ લેન્ડ થયા પછી નજીકમાં આવેલા થાંભલાના વીજવાયરમાં અટવાયું હતું. જમીન પર સોએક ફૂટની ઉંચાઈએથી પડવા છતા આ યુવાનનો બચાવ થયો છે અને શોર્ટ સર્કીટ જેવો બનાવ પણ બન્યો નથી. આ ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
કાલાવડ શહેરમાં ચોરેને ચૌટે ચર્ચાઈ રહેલા આ વિષયની વધુ વિગત મુજબ કાલાવડ શહેરના હેલીપેડ સોસાયટી વિસ્તારમાં ગઈકાલે આકાશમાં એક શખ્સ પેરાસૂટ સાથે ઉડ્ડયન કરતો જોવા મળ્યો હતો. તેને નીહાળી રહેલા વ્યક્તિઓમાંથી કોઈએ તરત જ પોતાના મોબાઈલમાં તે દૃશ્ય શૂટ કરવાનું શરૂ કર્યું હતું.
તે દરમિયાન મચ્છલીવડ ચોકડી નજીકથી આ સોસાયટીમાં ખુલ્લા પ્લોટ પાસે પહોંચેલા પેરાસૂટે અચાનક જમીન તરફ લેન્ડીંગ શરૂ કર્યું હતું અને નજીકમાં આવેલા વીજળીના થાંભલા નજીક પહોંચ્યા પછી પેરાસૂટ થાંભલાના વાયરમાં ફસાયું હતું અને તેમાં રહેલા અજાણ્યા યુવાન અંદાજે સોએક ફૂટ જેટલી ઉંચાઈ પરથી જમીન પર કૂદી પડ્યા હતા.
નસીબના બળીયા એવા આ યુવાન જમીન પર કૂદ્યા પછી પણ સહીસલામત રહી શક્યા હતા અને પેરાસૂટ વીજવાયરમાં ફસાયું હોવા છતાં શોર્ટ સર્કીટ કે તેવો કોઈ બનાવ બન્યો ન હતો પરંતુ જે સ્થળે આ યુવાને પેરાસૂટ સાથે લેન્ડીંગ કર્યું અથવા થયું તે સ્થળે હાજર લોકો અવાક બની ગયા હતા. આ બનાવની પોલીસને જાણ કરાતા કાલાવડ પોલીસ ધસી આવી હતી. આ યુવક કોણ હતો?, કઈ જગ્યાએથી તેણે ઉડાન ભરી અને કઈ તરફ જઈ રહ્યો હતો? તેની તપાસ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial