Advertisement
Author: નોબત સમાચાર

બાઈક ડીટેઈન કરતી ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કર્યા પછી એક શખ્સે ઓફિસમાં સળગાવી નાખ્યા સોફા

ખંભાળિયાના ચંદુભાઈ રૂડાચ સામે પીઆઈએ ખુદ ફરિયાદી બની ગુન્હો નોંધાવ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ખંભાળિયા-કંચનપુર ધોરીમાર્ગ પર ગઈકાલે સવારે દ્વારકા જિલ્લાની ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી ચેકીંગ કાર્યવાહી દરમિયાન ખંભાળિયાના શક્તિનગરમાં રહેતા એક વ્યક્તિએ પોતાના બાઈકમાં રહેલી ફેન્સી નંબર પ્લેટ અને કાગળો સાથે ન હોવાના કારણે બાઈક ડીટેઈન થતું બચાવવા માટે પીઆઈ સાથે તૂ-તૂ, મેં-મેં કર્યા પછી ટ્રાફિક શાખાની ઓફિસે જઈ જવલનશીલ પ્રવાહી સોફા પર છાંટી સોફા સળગાવી નાખતા આ આસામી સામે પોલીસની ફરજમાં રૂકાવટ, સરકારી મિલકતને નુકસાન વગેરે અંગે ગુન્હો નોંધી પોલીસે તેની ધરપકડ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસની ટ્રાફિક શાખા દ્વારા ગઈકાલે ખંભાળિયા તથા આજુબાજુના ગામોમાં ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી હતી. ત્યારે બપોરે અગિયારેક વાગ્યે ખંભાળિયાથી કંચનપુર વચ્ચેના ધોરીમાર્ગ પર જીજે-૧૦-એજી ૩૬૭૭ નંબરનું હીરો મોટરસાયકલ આવતું જોવા મળ્યું હતું. તે વાહનમાં ફેન્સી નંબર પ્લેટ નીહાળી ટ્રાફિક શાખાના સ્ટાફે તે બાઈક રોકાવ્યું હતંુ.

આ વાહનના ચાલક ખંભાળિયાના શક્તિનગરમાં ગોવિંદ તળાવ પાસે રહેતા ચંદુભાઈ અરજણભાઈ રૂડાચ નામના વ્યક્તિ પાસે પોલીસે વાહનના કાગળો જોવા માંગ્યા હતા. આ વેળાએ ચંદુભાઈએ પોતાની સાથે કાગળો નહી હોવાનું જણાવ્યું હતું. કાગળ સાથે ન હોવાથી અને વાહનમાં ફેન્સી નંબર પ્લેટ હોવાથી પોલીસે આ બાઈક ડીટેઈન કરવાની કામગીરી હાથ ધરતા ચંદુભાઈ રૂડાચ ઉશ્કેરાયા હતા.

આ શખ્સે ટ્રાફિક શાખાના પીઆઈ મનિષ દાસાભાઈ મકવાણા સાથે બોલાચાલી કર્યા પછી સીધી તેમજ આડકતરી રીતે નોકરી બાબતે ધમકી આપી ફરજમાં અડચણ ઉભી કરી હતી તેમ છતાં મક્કમ રહેલી ટ્રાફિક પોલીસે તે વાહન મિલન ચાર રસ્તા નજીક ટ્રાફિક શાખાની ઓફિસે લઈ જવા પ્રક્રિયા કરતા ત્યાં ધસી આવેલા ચંદુભાઈ રૂડાચે ઓફિસમાં ઘૂસી જઈ ત્યાં રાખવામાં આવેલા સોફા પર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી દીધી હતી.

આ શખ્સે સોફાને સળગાવી નાખી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા ઉપરાંત તે ઓફિસમાં રહેલા સ્ટાફના જીવને પણ જોખમમાં મૂક્યો હતો તેથી પીઆઈ એમ.ડી. મકવાણાએ ખુદ ફરિયાદી બની ખંભાળિયા પોલીસ મથકમાં બીએનએસની કલમ ૨૨૧, ૨૨૪, ૨૮૭, ૧૨૫, ૧૩૨, ૧૧૦ તથા જાહેર મિલકતને નુકસાન કરવાના ગુન્હાની કલમ ૩, ૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચંદુભાઈ અરજણભાઈ રૂડાચ સામે ગુન્હો નોંધી તેઓની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh