Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાયકાઓ પહેલા બનેલું જુનું જીઆઈડીસી હાઉસફૂલ
ખંભાળિયા તા. ૧૩: સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાજકોટ સાથે યોજાઈ, જેમાં રાજ્યમાં ઉદ્યોગો માટે રેડકારપેટ બિછાવવાની સાથે જ રાજ્યમાં સાત જિલ્લામાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત થઈ, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યાને તેર વર્ષ પછી પણ એકપણ નવું જી.આઈ.ડી.સી. જિલ્લો બન્યા પછી થયું નથી. અગાઉ સલાયા રોડ પર જી.આઈ.ડી.સી. ૩પ/૪૦ વર્ષ પહેલા જ્યારે ખંભાળિયા તાલુકો હતો ત્યારે થયું હતું, જે આખું ભરાઈ ગયું છે. એ પછી નવું જી.આઈ.ડી.સી. ના થતા તથા જિલ્લો બન્યાને આટલા વર્ષો પછી પણ નવું જી.આઈ.ડી.સી. ના થતા કોમર્શિયલ જમીનો મોંઘી થઈ. ઉદ્યોગકારોને ત્યાં કંપની, ફેક્ટરી, કારખાનું નાખવું પડે જે મોંઘુ પડવા સાથે જી.આઈ.ડી.સી. ના હોય, પ્રદૂષણ અંગે ફરિયાદો, લાઈટ સહિતની રસ્તાની સગોડ વિગેરે પણ ના મળતા નવા ઉદ્યોગો સ્થપવાનું દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં શૂન્ય જેવું થઈ ગયું છે, તેના બદલે જુના મિલ ઉદ્યોગો બંધ થતા જાય છે.
વેપારીઓ દ્વારા અગાઉ પણ ખંભાળિયા નજીકની ગ્રામ પંચાયત વિસ્તારમાં અનેક સરકારી ખરાબા હોય ત્યાં મોટું વિશાળ સગવડતાવાળું જી.આઈ.ડી.સી. થાય તો આ ઉદ્યોગો બને અને રોજગારીનો પણ વધારો થાય પણ છેવાડાના જિલ્લા તરફ કોઈ ધ્યાન આપે તો થાય ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial