Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ
મુંબઈ તા. ૧૩: સોનું-ચાંદી સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ રહ્યા છે. ચાંદીમાં રૂ।. ૬૫૦૦નો વધારો થયો છે અને સોનું ૧.૪૦ લાખને પાર પહોંચ્યું છે.
સોના-ચાંદીના ભાવમાં આજે, ૧૩ જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના રિપોર્ટ અનુસાર, ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં રૂ. ૬૫૬૬નો તોતિંગ વધારો થતા તે રૂ. ૨,૬૨,૭૪૨ પ્રતિ કિલોના ઑલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે.
નોંધનીય છે કે માત્ર બે જ દિવસમાં ચાંદી રૂ. ૨૦,૦૦૦ જેટલી મોંઘી થઈ છે. બીજી તરફ, ૨૪ કેરેટ સોનાનો ભાવ પણ રૂ. ૩૩ વધીને રૂ. ૧,૪૦,૪૮૨ પ્રતિ ૧૦ ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વર્ષ ૨૦૨૫માં સોનામાં ૭૫% અને ચાંદીમાં ૧૬૭% જેટલો જંગી વધારો નોંધાયા બાદ પણ કિંમતો અટકવાનું નામ નથી લઈ રહી.
નિષ્ણાતોના મતે આગામી સમયમાં ચાંદી રૂ. ૨.૭૫ લાખ અને સોનું રૂ. ૧.૫૦ લાખને પાર કરી શકે છે. સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial