Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે વીજ ટૂકડીને સાથે રાખી કરાવ્યું ચેકીંગઃ
જામનગર તા. ૧૩: લાલપુર શહેરના ધરારનગર તથા લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ગઈકાલે પોલીસે વીજ કંપનીની ટીમને સાથે રાખી છ વ્યક્તિના ઘેર વીજ ચેકીંગ કરાવ્યું હતું. જેમાં બે વ્યક્તિને રૂ।.૪૮ હજારનો દંડ કરવામાં આવ્યો છે અને એક મહિલાને ઓવરલોડ અંગે નોટીસ આપવામાં આવી છે.
લાલપુર પંથકમાં શરીર સંબંધી ગુન્હા તેમજ પ્રોહીબીશન અંગેના ગુન્હા આચરતા તત્ત્વો સામે પોલીસે લાલઆંખ કર્યા પછી કેટલાક વ્યક્તિઓને ત્યાં ગઈકાલે લાલપુરના એએસપી પ્રતિભાની સૂચનાથી પીઆઈ કે.એલ. ગળચર તથા સ્ટાફે વીજ કંપનીના સ્ટાફને સાથે રાખી વીજ ચેકીંગ કરાવ્યું હતું.
પોલીસ ટીમ તથા વીજ ચેકીંગ ટૂકડી લાલપુરના ધરારનગરમાં મંજુબેન મહેબુબભાઈ નોતીયાર, હનીફ હુસેનભાઈ નોતીયાર, અરમાન સલીમભાઈ દલ, આસીફ હાસમભાઈ ધુધા તેમજ લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં હમીરભાઈ સાજણભાઈ કરંગીયા અને રણમલભાઈ મેપાભાઈ કરંગીયાના રહેણાંક સ્થળ પર ધસી ગઈ હતી.
ત્યાં ચેકીંગ કરાતા અરમાન સલીમભાઈ તેમજ હમીરભાઈ સાજણભાઈ કરંગીયાને વીજ કંપની દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે મંજુબેન મહેબુબભાઈને ઓવરલોડ અંગેની નોટીસ પાઠવવામાં આવી છે. કુલ રૂ।.૪૮ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial