Advertisement
Author: નોબત સમાચાર

કરાર આધારિત કર્મચારીઓ સરકારી કર્મચારીઓની સાથે સમાનતાનો દાવો કરી શકે નહીં : સુપ્રિમ કોર્ટ

કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને ઝટકોઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૩: સુપ્રિમ કોર્ટે એક દૂરગામી ફેંસલો આપતા ઠરાવ્યુ છે કે, કોન્ટ્રાક્ટ પર કરાર આધારિત કામ કરતા કર્મચારીઓ અન્ય સરકારી કર્મચારીઓની સાથે સમાનતાના હક્કદાર નથી. આ ફેંસલાને ઐતિહાસિક ચૂકાદો ગણાવાઈ રહ્યો છે.

સુપ્રિમકોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો આપતા સ્પષ્ટ કર્યુ છે કે, કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાર (કોન્ટ્રાક્ટ) પર રાખવામાં આવેલા કર્મચારીઓ સરકારી વિભાગો કે સંસ્થાઓના નિયમિત કર્મચારીઓ સાથે સમાનતાનો દાવો કરી શકે નહીં.

જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે અવલોકન કરતા જણાવ્યું કે, સરકારી નોકરીએ એક 'જાહેર સંપત્તિ' છે અને તેના પર દેશના દરેક લાયક અને યોગ્ય નાગરિકનો સમાન અધિકાર છે.

અદાલતે ભારપૂર્વક કહ્યું કે, નિયમિત નિમણૂક એક પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, જેમાં તમામ લાયક ઉમેદવારોને તક મળે છે. જ્યારે કોન્ટ્રાક્ટ પરની ભરતી એજન્સીની મરજી પર નિર્ભર હોય છે. આથી કાયદાની નજરમાં આ બન્ને શ્રેણીઓ સંપૂર્ણપણે અલગ જ પ્રકારની છે.

આંધ્રપ્રદેશ હાઈકોર્ટે વર્ષ-ર૦૧૮ માં નંદયાલ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કામદારોને નિયમિત કર્મચારીઓ જેવું જ વેતન અને ભથ્થા આપવાનો આદેશ કર્યો હતો. સુપ્રિમકોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને રદ્દ કરી દીધો છે.

સુપ્રિમકોર્ટે જણાવ્યું કે, જો નિયમિત અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચેનો તફાવત ખતમ કરી દેવામાં આવે તો નિમણૂકની વિવિધ પદ્ધતિઓ (જેમ કે કાયમી, કરાર આધારિકત કે તદર્થ) નો મૂળ આધાર જ તેની પવિત્રતા ગુમાવી દેશે.

કોર્ટે વધુમાં કહ્યું કે નિયમિત ભરતી પ્રક્રિયામાં અનેક સુરક્ષાના પાસાઓ હોય છે, જેથી પક્ષપાત વગર માત્ર યોગ્યતાના આધારે જ પસંદગી થાય છે.

ઉલ્લેખનીય છે કે, વિવાદ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાની નંદયાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી અપીલ પછી સામે આવ્યો હતો. આ સફાઈ કામદારો ૧૯૯૪થી ત્રીજા પક્ષ એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા કાર્યરત હતા અને સમય જતા કોન્ટ્રાક્ટરો પણ બદલાતા રહ્યાં હતાં.

સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે, આવી આકસ્મિક કે કોન્ટ્રાક્ટ આધારિત વ્યવસ્થાને કાયમી નોકરીની સમકક્ષ ગણી શકાય નહીં, કારણ કે તેનાથી પારદર્શક સરકારી ભરતી પ્રક્રિયાના નિયમોનું ઉલ્લંઘન થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh