Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એમ.પી. શાહ મેડિકલ કોલેેજના ડીન. એનોટોમી વિભાગ, તબીબો, સ્ટાફ, આદર્શ સ્મશાન અને આર્યસમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાઃ
જામનગરના એમ.પી. શાહ મેડિકલ કોલેજના એનોટોમી વિભાગમાં તાજેતરના વર્ષો દરમિયાન ૧૪ માનવ મૃતદેહો કે જે દેહદાનના સ્વરૂપમાં મળેલા હતાં, જે તમામ માનવ મૃતદેહો કે જેેની જામનગરના આદર્શ સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. આર્ય સમાજ સંસ્થા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરાયા હતાં, અને જી.જી. હોસ્પિટલનો એનોટોમી વિભાગ આ અગ્નિસંસ્કાર વિધિમાં સાથે જોડાયો હતો. જામનગરમાં એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં આવેલ દેહદાન થયેલા ૧૪ માનવ દેહોના અવશેષોને તબીબી અભ્યાસ પછી જામનગર આદર્શ સ્મશાનમાં લાવવામાં આવ્યા હતાં, જ્યાં આર્ય સમાજ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર વિધિથી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ વેળાએ એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, એનોટોમી વિભાગના વડા ડો. દિલીપ ગોહિલ, પ્રોફેસર ડો. મિતલ પટેલ ઉપરાંત તબીબો કાર્તિક સ્વાદિયા, મીના પટેલ, ધરતી કુબાવત, કૌશલ ઝવેરી, જતિન ચુડાસમા, જીગ્નેશ વડગામા, બાલકૃષ્ણ કુમાર, નારૂ દામોર, વિજય કણઝારિયા, અંકિત અધ્વર્યું, મોનિકા અધ્વર્યું, ધવલ તલસાણિયા ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત આર્ય સમાજના મંત્રી ધવલભાઈ બરછા, પુસ્તકાધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, આદર્શ સ્મશાનના મંત્રી દર્શન ઠક્કર, ખજાનચી અમર ગોંદિયા સહિતની હાજરીમાં અગ્નિ સંસ્કાર વિધિ સંપન્ન થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial