Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૫: જામનગરના શહેર વિસ્તારમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની કાર્યવાહી અવિરત ચાલુ છે, અને એસ્ટેટ શાખાની ત્રણ ટુકડીએ શહેરમાં જાહેર રોડ પર ઘાસચારો વેંચતા ૧૦ વિક્રેતાઓ પાસેથી ૨૦૦ કિલો ઘાસ કબજે કર્યું હતું. જો કે, તંત્રે ભેંસો માટેનો ઘાસચારો અટકાવ્યો નહીં હોવાનું જણાવાયું છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી કવાયત કરવામાં આવી છે. અને કેટલ પોલિસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે. ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુકત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે, ત્યારે આજે માત્ર જાહેર રોડ પર ઘાસનું વેચાણ કરનારા ૧૦ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, અને ૨૦૦ કિલોગ્રામ ઘાસ જપ્ત કરી લઈ જામનગર મહાનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે. ગઈકાલે કેટલાક માલધારી સમાજ દ્વારશહેર ભાજપ પ્રમુખ મારફત રજૂઆતો થઈ હતી કે, રસ્તે રઝળતી ગાયો નહીં, પરંતુ ભેંસો માટે ઘાસચારાની તંગી વર્તાય છે, તેને ધ્યાને લઈને આવા માલધારી સમાજને ઘાસચારો લઈને શહેરમાં પ્રવેશતાં અટકાવ્યા ન હતા, અને પોતાના ઘરમાં અથવા તો ઢોરવાડામાં બાંધેલી ભેંસોને પૂરતો ઘાસચારો મળી રહે, તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial