Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રપઃ જામનગર મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા શહેરમાંથી રસ્તે રઝળતા પશુઓને પકડવા માટેની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે, શહેરમાં અલગ અલગ ચાર ટીમને દોડતી કરવામાં આવી છે, જેમાં વહેલી સવારે એક ટીમ કાર્યરત છે, જ્યારે બપોરના સમયે બે ટીમને દોડતી કરાવાઈ રહી છે. ઉપરાંત રાત્રિના સમયે પણ એક ટીમ રસ્તે રઝળતા ઢોરને પકડી રહી છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરી વિસ્તારમાંથી ૧૦૩ પશુઓને પકડવામાં આવ્યા છે, અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત જુદા જુદા ત્રણ ઢોર વાડામાં મૂકવામાં આવ્યા છે અને આ કાર્યવાહી અવિરત ચાલુ રખાઈ છે. જામનગર મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખાના અધિકારી રાજભા જાડેજાની રાહબરીમાં સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને હાલ ત્રણે ઢોરના ડબ્બામાં આશરે ૧૦૦૦ જેટલા પશુઓને રાખવામાં આવ્યા છે, જે તમામને નજીકના સમયમાં જ કચ્છની પાંજરાપોળમાં અલગ અલગ વાહનો મારફતે મોકલવામાં આવશે જેની પણ તૈયારીઓ હાથ ધરી લેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial