Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૈશ્વિક પ્લેટફોર્મ પર કાશ્મીર રાગ આલાપ્યે રાખવાથી કાંઈ નહીં વળેઃ જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે : પાક. સીમાપાર આતંકવાદ બંધ કરે
નવી દિલ્હી તા. ૨૫: યુએનએસસીની ઓપન ડિબેટ દરમિયાન ભારતના પ્રતિનિધિ પરવથાનેની હરિશે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વૈશ્વિક પ્લેટફોર્મ પર વારંવાર કાશ્મિરનો દાવો પાકિસ્તાન કરે છે. પરંતુ પીઓકે પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. જમ્મુ કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે, અને રહેશે. પાકિસ્તાને તત્કાળ પીઓકે ખાલી કરવું જ પડશે.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં કહૃાું કે પાકિસ્તાને ગેરકાયદે રીતે જમ્મુ-કાશ્મીરના ભાગ પર કબજો કરેલો છે, જેને ખાલી કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવથાનેની હરીશે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની ઓપન ડિબેટ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. આ ચર્ચાનો વિષય 'સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં અનુકૂળતાને વધારવાનો હતો, પરંતુ પાકિસ્તાને એકવાર ફરી તેમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પરવથાનેની હરીશે જવાબ આપતાં કહૃાું કે 'જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાને ગેરકાયદે રીતે આ વિસ્તાર પર કબજો કરેલો છે, જેને તાત્કાલિક ખાલી કરવો પડશે.' પાકિસ્તાને ફરીથી 'બિનજરૂરી ટિપ્પણીઓ'નો સહારો લીધો છે, પરંતુ તેનાથી પાકિસ્તાનના ગેરકાનૂની દાવા સાચા સાબિત થશે નહીં, ના તો તેની સ્ટેટ-સ્પોન્સર્ડ આતંકવાદની નીતિ સાચી સાબિત કરી શકાશે. ભારત આ મંચનું ધ્યાન પાકિસ્તાનના સંકુચિત અને વિભાજનકારી એજેન્ડા તરફ ભટકવા નહીં દે. ભારત આ મામલે વિસ્તારપૂર્વક જવાબ આપવાનું ટાળશે.
ભારતીય રાજદૂત હરીશે કહૃાું કે વારંવાર ખોટી ટિપ્પણીઓ કરવાથી પાકિસ્તાનના ગેરકાયદેસર દાવા સાચા નહીં થાય. પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત સરહદ પારના આતંકવાદને પણ વાજબી ઠેરવી શકાય નહીં. અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે તે પોતાના એજન્ડાને આગળ વધારવા માટે યુએન જેવા પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે.
સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષાના ભવિષ્ય પર ચર્ચા દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાનના ખાસ સહાયક સૈયદ તારિક ફાતમી દ્વારા જમ્મુ અને કાશ્મીર પર આપેલા નિવેદન પછી ભારતીય પ્રતિનિધિએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઇચ્છે છે, પરંતુ આ વાતને ભારપૂર્વક કહેવામાં આવે છે કે આવા સંબંધો માટે આતંક અને દુશ્મનાવટમુક્ત વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે.
ઉલ્લેખનિય છે કે, હાલમાં જ એક પોડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું હતું કે પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવાના દરેક પ્રયાસનો સામનો દુશ્મનાવટ અને વિશ્વાસઘાત સાથે કરવામાં આવ્યો હતો. અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેની વાતચીતમાં તેમણે યાદ કર્યું કે તેમણે ૨૦૧૪માં તેમના શપથ ગ્રહણ સમારોહ માટે તેમના પાકિસ્તાની સમકક્ષ નવાઝ શરીફને ખાસ આમંત્રણ આપ્યું હતું. તેમણે કહૃાું, 'તે આમંત્રણ સદ્ભાવનાનો સંકેત હતો.' આ એક એવો રાજદ્વારી સંકેત હતો જે દાયકાઓમાં ક્યારેય જોવા મળ્યો નથી. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની લાંબા સમયથી ચાલતી ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને ભાર મૂક્યો કે વિશ્વને હવે કોઈ શંકા નથી કે આતંકવાદનાં મૂળ ક્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial