Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઢોર માલિકો અને ઘાસચારો વેચનારા સામે કડક કાર્યવાહી કરવા તંત્રનો મક્કમ નિર્ધાર

બહુ થયું... હવે ચલાવી નહીં લેવાયઃ

જામનગર તા. રપઃ જામનગર શહેરમાં રખડતા ઢોરની અત્યંત ગંભીર અને નગરજનોના જાનમાલ માટે કાયમ  સમસ્યાના કાયમી નિરાકરણ માટે જામનગર મહાનગરપાલિકા તંત્રએ કડકમાં કડક કાર્યવાહી કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે, અને તે દિશામાં સમગ્ર શહેરમાં ઢોરમાલિકો તથા ઘાસચારો જાહેરમાં વેંચાણ કરનારા સામે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.

મહાનગરપાલિકાના ડીએમસી ઝાલા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓએ કેટલ પોલિસી અંગે અને આ પોલિસી અંતર્ગત અમલવારી અંગે જાણકારી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીએમસી ઝાલાએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતુંકે, ઢોરમાલિકોની મનમાનીનો હવે કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય. જામનગરના લોકોને રખડતા ઢોર ત્રાસરૂપ બની રહ્યા છે. લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે. મૃત્યુ પણ થયા છે. વાહનોને નુક્સાન થઈ રહ્યું છે. રોગચાળો ફેલાય છે. હવે બહું થયું... આ સ્થિતિ હવે નહીં ચલાવી લેવાય.

કેટલ પોલિસી ર૦ર૪ માં જાહેર થઈ અને તેને એક વર્ષ જેવો સમય થઈ ગયો હોવા છતાં જામનગરના એકપણ ઢોરમાલિકો ઢોર રાખવા અને પરમીટ કે લાયસન્સ મેળવવા અરજી સુદ્ધા કરવાની દરકાર કરી નથી. તેઓ માની રહ્યા છે કે અમારૃં તંત્ર શું બગાડી લેશે? આવી જ સ્થિતિ જામનગરમાં જાહેરમાં ઘાસચારાનું વેંચાણ કરનારાની છે. આ વેંચાણકર્તાઓમાંથી પણ એકપણ શખ્સે અરજી કરી નથીે તેનો સીધો મતલબ છે કે તેઓને તંત્રનો ડર નથી અને નગરજનોના જાનમાલની ચિંતા નથી!

કેટલ પોલિસીનો કડક અમલ કરવા મનપાના ગત્ બોર્ડમાં ઠરાવ થયો છે. મનપા દ્વારા ઢોરમાલિકોને ચાર મહિનાનો સમય ર૦૨૪ માં આપવામાં આવ્યો હતો. મનપા તંત્રએ દરેક ઢોરને અંદાજે રૂ. એક હજારની ટેગ વિનામૂલ્યે ફીટ કરી આપવાની જાહેરાત પણ કરી હતી. તેમ છતાં કોઈએ તેમાં સહકાર આપ્યો ન હતો.

હાલમાં દરેક ઢોરમાલિકને અને ઘાસના વેંચાણ માટે લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા, ઢોરને ટેગ લગાડવાની સૂચના આપવામાં આવી છે. જેમાં મોટાભાગના પશુપાલકો સહકાર આપવા તૈયાર થયા છે અને પશુઓના શહેરથી દૂર બહારના વિસ્તારમાં સ્થળાંતર માટે સમય માંગ્યો છે. કેટલાક ઢોરમાલિકોએ તેમના થોડા ઢોરનું સ્થળાંતર પણ કર્યું છે, પણ મનપા તંત્રએ એક અઠવાડિયાની મુદ્ત આપી છે અને શહેરમાં ઢોરમાલિકોને પોતાના ઘરે ઢોર રાખવાનો અધિકાર જ નથી તેમ જણાવી કેટલ પોલિસીના તમામ નિયમોનું ચોક્કસ પણે પાલન થાય તેવી રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

મનપાના અધિકારીઓએ પત્રકાર પરિષદમાં ખૂબ જ મક્કમતાથી નગરજનોને ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા કડકમાં કડક અવિરત કાર્યવાહીનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ ઝુંબેશમાં પોલીસ વિભાગની સાથે સંકલન કરી સહકાર મેળવવામાં આવશે. ઢોર ભગાડનારા શખ્સો (ઢોરમાલિકો) સામે કડક કાયદાકીય કાર્યવાહીની પણ તૈયારી કરી લેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh