Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ તોલા દાગીના તથા રિક્ષા પોલીસે ઝબ્બે લીધાઃ
જામનગર તા.૨૫ : જામનગરના સમર્પણ સર્કલ નજીકની બાલમુકુંદ સોસાયટી માં આવેલા એક મકાનમાં ગયા બુધવારથી શનિવાર સુધીમાં છ તોલા જેટલા સોના, ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. તેની તપાસમાં પોલીસે મૂળ ભાવનગરના શખ્સને દબોચી લીધો છે. આ શખ્સે ચોરાઉ દાગીના તથા ચોરીમાં વાપરેલી રિક્ષા કાઢી આપી છે.
જામનગરના સમર્પણ સર્કલ નજીક રેલવે ફાટક પાસે વસવાટ કરતા રણછોડભાઈ રામજીભાઈ સોનગરા નામના આસામી પોતાના પરિવાર સાથે ગયા બુધવારે બપોરે બહાર ગામ ગયા પછી જ્યારે શનિવારે સવારે પરત આવ્યા તે દરમિયાન તેમના મકાનમાં ચોરી થઈ હતી. કોઈ તસ્કર મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર ઘૂસ્યા પછી રૂપિયા ૧,૬૩,૯૦૦ની કિંમતના દાગીના ઉઠાવી ગયો હતો.
આ બાબતની સિટી સી ડિવિઝનમાં ફરિયાદ કરાયા પછી પીઆઈ જે.જે. ચાવડાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે પીએસઆઈ વી.બી. બરબસીયાના વડપણ હેઠળ આ વિસ્તારના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરા તેમજ અન્ય સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં એક રિક્ષા શકના દાયરામાં આવી હતી.
તે રિક્ષા અંગે તપાસ કરાતા તેમાં આવેલા શખ્સે ચોરી કર્યાની ખાતરી થવા પામી હતી. જેથી રિક્ષાની કરાઈ રહેલી શોધમાં દિગ્જામ સર્કલ નજીક ઓવરબ્રિજ નીચેથી ઉપરોક્ત રિક્ષા સાથે મૂળ ભાવનગરના વાઘનગરનો વતની અને હાલમાં ઘઉંના ગોડાઉન પાસે એક ઓરડીમાં રહેતો ચોથાભાઈ પુંજાભાઈ પરમાર નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની તલાશી લેવાતા તેની પાસેથી છ તોલા વજનના સોનાના દાગીના મળ્યા હતા. તે દાગીના અંગે પૂછપરછ કરાતા તેણે ચોરીની કબૂલાત આપી છે. પોલીસે દાગીના તેમજ ચોરીમાં વાપરેલી રિક્ષા કબજે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial