Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ-ભુજ સ્પે. ટ્રેનનું અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ

પ.રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અર્થે

રાજકોટ તા. ૨૫:  પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું  સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.

જેમાં ટ્રેન નંબર ૦૯૪૪૫ રાજકોટ-ભુજ સ્પેશિયલ ૨૬ માર્ચ ૨૦૨૫થી રાજકોટથી ૧૪.૩૦ કલાકે ઉપડશે અને આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૧૯.૨૭/૧૯.૨૯ કલાકે  અને અંજાર સ્ટેશન પર ૧૯.૩૬/૧૯.૩૮ કલાક નો રહેશે તથા ૨૦.૫૫ કલાકે ભુજ પહોંચશે. તેમજ ટ્રેન નંબર ૦૯૪૪૬ ભુજ-રાજકોટ સ્પેશિયલ ૨૬ માર્ચ ૨૦૨૫ થી ભુજથી ૦૬.૫૦ કલાકે ઉપડશે તથા અંજાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૦૭.૧૮/૦૭.૨૦ કલાકે  અને આદિપુર સ્ટેશન પર  ૦૭.૨૯/૦૭.૩૧ કલાકનો રહેશે તથા ૧૩.૧૫ કલાકે રાજકોટ પહોંચશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh