Advertisement
Author: નોબત સમાચાર

માધવપુરના મેળા સાથે દ્વારકામાં તારીખ ૧૦ એપ્રિલે ભગવાન શ્રીકૃષ્ણ-રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે

કાર્યક્રમના આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં બેઠકઃ

ખંભાળિયા તા. ૨૫: ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૦૬ એપ્રિલથી તા.૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમના અનુસંધાને જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનમાં  બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કહૃાું હતું કે, તા. ૦૬ એપ્રિલથી તા. ૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી માધવપુર ઘેડમાં મેળો યોજાનાર છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃઉજાગર કરવા દ્વારકામાં તા.૧૦ એપ્રિલ, ૨૦૨૫ના રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત દ્વારકા શહેરમાં શોભાયાત્રા, ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

કલેકટરએ આ કાર્યક્રમ માટે પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, સ્વચ્છતા, આરોગ્ય સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ. જોશી, પ્રાંત અધિકારી એ.એસ. આવતે, પ્રાંત અધિકારી કે.કે. કરમટા વિગેરે વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh