Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીનું રૂ. એક લાખ કરોડનું બજેટ

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રજૂ કર્યું

નવીદિલ્હી તા. ૨૫: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રૂ. એક લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે.

આજે વર્ષ ૨૦૨૫-૨૬નું દિલ્હી સરકારનુ બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે ભાજપ સરકારે પોતાના બજેટમાં મૂડી ખર્ચ માટે ૨૮,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. જયારે આમ આદમી પાર્ટીની સરકારના ૧૫,૦૦૦ કરોડ રૂપિયા હતાં. તેમણે કહ્યું કે આ વખતે દિલ્હીનું બજેટ ૧ લાખ કરોડ રૂપિયાનું છે, જે પાછલી સરકારના છેલ્લા બજેટ કરતા ૩૧ ટકા વધુ છે તેમણે તેને ઐતિહાસિક બજેટ ગણાવ્યું હતું.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યુ કે છેલ્લા ૧૦ વર્ષમાં દિલ્હી વિકાસના દરેક સ્તરે પાછળ રહી ગયું છે યમનુનાને સાફ કરવા, આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા અને વાયુ પ્રદૂષણ દૂર કરવા માટે કોઈ કામ કરવામાં આવ્યું ન હતું. પાછલી સરકારની નીતિઓને કારણે જનતા પરેશાન રહી હતી.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં મહિલાઓની સુરક્ષા માટે ૫૦,૦૦૦ વધારાના સીસીટીવી લગાવવામાં આવશે. દિલ્હીના રોડ ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અને એનસીઆર સાથે કનેકિટવિટી માટે ૧,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના બજેટ ભાષણમાં દિલ્હીની મહિલાઓ માટે એક મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી તેમણે ગૃહને જણાવ્યું કે મહિલા સમૃદ્ધિ યોજના માટે બજેટમાં ૫૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સગર્ભા મહિલાઓ માટે બજેટમાં ૨૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયાની આર્થિક મદદ આપવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત, ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ગર્ભવતી મહિલાઓને ૨૧૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય અને પોષણ કીટ આપવાનું પણ વચન આપ્યું હતું.

બજેટમાં મહિલા સુરક્ષા માટે ૫૦ હજાર વધુ કેમેરા, ઝુંપડપટ્ટી માટે રૂ. ૬૯૬ કરોડ, ૧૦૦ નવી અટલ કેન્ટીન, ગર્ભવતી મહિલાઓને રૂ. ૨૧ હજાર સાથે ૬ પોષણકીટ, જનઆરોગ્ય યોજના હેઠળ રૂ. પાંચ લાખ મળશે. કનેકટીવીટી સુધારવા માટે રૂ. ૧ હજાર કરોડ, જનતાને રૂ. ૧૦ લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ, ફલાય ઓવર માટે રૂ. ૩૮૪૩ કરોડની જોગવાઈ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh