Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેન્જ આઈજીએ તૂટી પડવા પોલીસને કર્યાે આદેશઃ
દ્વારકા તા.ર૫ : રાજકોટ રેન્જ આઈજી સાથે યોજવામાં આવેલી જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્ય પોલીસવડાની બેઠકમાં કુલ ૨૨૬૭ શખ્સના નામની યાદી તૈયાર કરાઈ હોવાનંુ જણાવાયું છે. આ અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવા પોલીસ સજ્જ બની છે.
રાજકોટ રેન્જમાં આવતા જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ (ગ્રામ્ય)ના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા રેન્જ આઈજી અશોક યાદવે આપેલી સૂચનાના પગલે પાંચેય જિલ્લાના એસપીએ ૨૨૬૭ શખ્સની યાદી તૈયાર કરી છે. જેમાં જામનગરના ૨૮૫, દ્વારકા જિલ્લાના ૨૧૦, મોરબીના ૧૮૭, રાજકોટ ગ્રામ્યના ૪૩૮ તથા સુરેન્દ્ર નગર જિલ્લાના ૧૧૪૭ શખ્સ ના નામ રજૂ કરાયા છે. પાંચેય જિલ્લામાંથી કુલ ૩૭૮ને હદપાર કરવા અટકાયતી પગલા ભરાયા છે. જેમાં જામનગરના ૧૪૮નો સમાવેશ થાય છે.
જામનગર સહિત પાંચેય જિલ્લામાંથી ઝડપાયેલી વીજ ચોરીમાં ૩૭૮ વીજજોડાણ કાપી નાખવામાં આવ્યા છે. તે અંગેની વિગતો આપવા માટે રેન્જ આઈજી સમક્ષ જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial