Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ૧૧ દિવસીય ૧૦૮ કુંડી મહા વિષ્ણુયાગ યજ્ઞનું ભવ્ય આયોજનઃ ચાલતી તડામાર તૈયારીઓ

આગામી તા. ૨૭ માર્ચથી ૬ એપ્રિલ દરમિયાન

દ્વારકા તા. ૨૫: તિર્થભૂમિ દ્વારકાના મોરબી હાઉસ ગ્રાઉન્ડ પર તા. ૨૭-૦૩-૨૫ થી ૬-૪-૨૫ દરમિયાન વીર શહીદોની સ્મૃતિમાં ૧૧ દિવસીય ૧૦૮ કુંડ મહા વિષ્ણુયાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ અંગે પ્રખ્યાત સંત શ્રી બાલક યોગેશ્વર દાસજી મહારાજ (બદ્રીનાથ ધામ)એ જણાવેલ કે આ યજ્ઞ છેલ્લા ૨૨ વર્ષથી અલગ અલગ જગ્યાએ વીર શહીદોની સ્મૃતિમાં યોજાય છે. તા. ૨૭ થી શરૂ થનાર વિષ્ણુયાગ મહાયજ્ઞ ૪૪મો મહાયજ્ઞ છે.

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ આ મહાયજ્ઞમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. આ યજ્ઞમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે પ્રતિદિન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ યજ્ઞના દર્શન તથા મહાપ્રસાદીનો ભક્તોએ લાભ લેવા આયોજકોએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh