Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માળખાકીય સુવિધાઓ, ઔષધિબાગ, સિટી બ્યુટીફિકેશન, દિશાસૂચક બોર્ડ, મીની રેસ્કયુવાન સહિતની દરખાસ્તો બહાલ
જામનગર તા. ૨૫: જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૧૫ કરોડ ૨૬ લાખના નિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી ખાસ કરીને સિટી બ્યુટીફિકેશનના નામે અનેક દરખાસ્ત મંજુર કરવામા આવી છે.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૧ સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત સિવિલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૨) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ માટે રૂ. ૩૫.૧૩ લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન રીઝર્વ ફાઈનલ પ્લોટ નં. ૮૨, ટી.પી. સ્કીમ નં. ૨ (જાડા), ફાઈનલ પ્લોટ નં. ૬૬ ટી.પી. સ્કીમ નં. ૩/એ (જાડા), ફાઈનલ પ્લોટ નં. ૭૩, ટી.પી. સ્કીમ નં. ૨ (જાડા), ફાઈનલ પ્લોટ નં. ૭૮, ટી.પી. સ્કીમ નં. ૨ (જાડા) અને ખીજડીયા પમ્પ હાઉસ પાસે આવેલ જગ્યા ગાર્ડન ડેવલોપમેન્ટ માટે આપવા અંગે કમિશનર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયેને દરખાસ્તની વિગતે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ફાઈનલ પ્લોટ નં. ૮૨, ટી.પી. સ્કીમ નં. ૨ (જાડા) ચીકુવાડી પાસે, ફાઈનલ પ્લોટ નં. ૯૬ ટી.પી. સ્કીમ નં. ૩/એ (જાડા) આવાસ યોજના પાસે , ફાઈનલ પ્લોટ નં. ૭૩, ટી.પી. સ્કીમ નં. ૨ (જાડા) ચીકુવાડી પાસે , ફાઈલન પ્લોટ નં. ૭૮, ટી.પી. સ્કીમ નં. ૨ (જાડા) રામ મંદિર પાસે અને ખીજડીયા પમ્પ હાઉસ પાસેની સમાવેશ થાય છે.
સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં ગાર્ડન આ૨.સી. અંતર્ગત *સિટી બ્યુટીફીકેશન* અન્વયે (વોર્ડ નં. ૫ માં આવેલ જોગર્સ પાર્ક *ઔષધિ બાગ* નું ડેવલોપમેન્ટ) કરવાના કામ અંગે રૂ. ૨૮.૦૩૫ લાખ નું ખર્ચ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪)માં ગાર્ડન આર.સી. અંતર્ગત *સિટી બ્યુટીફીકેશન અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂ. ૧૩.૨૫ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪)માં ટ્રાફીક આર.સી. અંતર્ગત ''સિટી બ્યુટીફીકેશન અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂ. ૨૩.૨૬૫ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં બિલ્ડીંગ આર.સી. અંતર્ગત *સિટી બ્યુટીફીકેશન' અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂ. ૧૦,૦૭૦ લાખ નો ખર્ચ , સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) આર.સી. અંતર્ગત *સિટી બ્યુટીફીકેશન અન્વયે (વોર્ડ નં. પ ખાતે આવેલ જોગર્સ પાર્ક *ઔષધી બાગ* નું ડેવલોપમેન્ટ) કરવામાં આવેલ કામગીરી અંગે રૂ. ૩.૨૧૫ લાખ ,.સિવિલ સેન્ટ્રલ ઝોન હસ્તક ગાર્ડનના હેતુ માટે વોર્ડ નં. ૧ થી ૮ માં ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામના આર.સી. અંતર્ગત *સિટી બ્યુટીફીકેશન અન્વયે રૂ. ૨.૩૬૫ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન હસ્તક ગાર્ડનના હેતુ માટે વોર્ડ નં. ૯ થી ૧૬ માં ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામના આર.સી. અંતર્ગત સિટી બ્યુટીફીકેશન* અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂ. ૨.૩૯ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરમાં પ્રવેશવાના તેમજ શહેરમાંથી બહાર જવાના જુદા-જુદા વિસ્તારની દિશા સુચવતા તથા દિશા સુચક બોર્ડ ફીટ કરવાના કામ અંગે રૂ. ૨૦.૩૩ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ માટે રૂ. ૩ લાખ , સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ચનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ માટે રૂ. ૨ લાખના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની ફાયર અને ઈમરજન્સી સર્વિસ માટે એક નવી મીની રેસ્ક્યુ વાન ખરીદ કરવા અંગે રૂ. ૧૬૮ લાખ, બેડી વિસ્તારમાં આવેલ શેલ્ટર હોમના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટના કામ અંગે બે વર્ષ નું ખર્ચ રૂ. ૨૫.૧૨ લાખ, હાપા વિસ્તારમાં આવેલ શેલ્ટર હોમના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટના કામ અંગે બે વર્ષનું ખર્ચ રૂ. ૨૬.૧૧ લાખ મંજુર કરાયું હતું. વોટર વર્કસ શાખા મારફત પી.એ.સી. ૧૦ ટકાની ખરીદી માટે રૂ. ૧૦૨.૮૯ લાખ, લીકવીડ કલોરીન ટર્નર ખરીદી અંગે માટે વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ અન્વયે રૂ. ૧૦.૨૧ લાખ, વોર્ડ નં. ૧ થી ૧૬ ના નગરસીમ વિસ્તારોમાં ઈઈજીન્ ની સ્ટ્રીટલાઈટોનું મેઇન્ટેનન્સનું કામ આઉટ સોર્સિંગથી કરવા અંગે રૂ. ૫૨.૪૮ લાખ, જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓ માટે પ્રિન્ટીંગ કામ માટે વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અન્વયે રૂ. ૮ લાખ, જામનગર મહાનગર સેવા સદનની જુદી જુદી શાખાઓ માટે ઓફિસ ફર્નિચર આઈટમ ખરીદ કરવા સને ૨૦૨૫-૨૬નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે રૂ.૧૦ લાખનો ખર્ચ મંજુર કરાયો છે. કોમ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર કોમ્પ્યુટર હાર્ડવેર અંગે રૂ. ૧૬.૪૭ લાખ, કોમ્પ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર સી.સી.ટી.વી. અંગે રૂ. ૯.૫૧ લાખ, કોમ્પ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર નેટવર્ક સર્વર, રાઉટર વિગેરે અંગે રૂ. ૪૦.૮૩ લાખનો ખર્ચ મંજુર ઓપરેશન, મેઈન્ટેનન્સ એન્ડ એન્હેન્સમેન્ટ સપોર્ટ ઓફ ઈ-ગર્વનન્સ સોલ્યુશનના ૨૦૨૫-૨૬ થી ૨૦૨૯-૩૦ના કામ અંગે રૂ. ૩૬૯.૭૫ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાની જુદી-જુદી જગ્યાઓની વહિવટી અને તાંત્રિક કામગીરીની જરૂરીયાત મુજબ આઉટ સોર્સીંગ એજન્સી પાસેથી સેવા લેવા અંગેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
ઉપરાંત બે દરખાસ્તો અધ્યક્ષસ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રોવાઈડીંગ, સપ્લાઈગ, લોવરીંગ, લેઈગ, જોઈન્ટીંગ, ફીકસીંગ એન્ડ ટેસ્ટીંગ ડી.આઈ. કે. ૭ પાઈપ લાઈન ફોર વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કનેકશન વીથ એકઝીસ્ટીંગ પાઈપ લાઈન એન્ડ અલાઈડ વર્ક ઈન સમર્પણ ઝોન સિટી એરીયા ઓફ જામનગર મ્યુ. કોર્પોરેશનના કામ અંગે રૂ. ૫૪૩.૭૯નો લાખ મંજુર કરાયો હતો. તેમજ સાધના સાપ્તાહિક ને ગુજરાત રાજય સ્થાપના દિન વિશેષાંકમાં રૂ. ૨૬,૨૫૦ની મર્યાદામાં જાહેરાત આપવાનું મંજુર કરાયું હતું.
આમ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ.૧૫.૨૬ કરોડના વિવિધ વિકાસ કામોને મંજૂર કરાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial