Advertisement
Author: નોબત સમાચાર

પ્રધાનમંત્રી ટીબી મુક્તિ અભિયાન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા તપાસ, નિદાન, સારવાર, સહાય સહિતની અવિરત કામગીરી

વર્ષ ર૦૩૦ સુધીમાં ભારતને ક્ષયમુક્ત બનાવવાનો સંકલ્પ સિદ્ધ કરવા તંત્ર કટીબદ્ધઃ

જામનગર તા. રપઃ ભારતને ર૦૩૦ સુધી સંપૂર્ણપણે ક્ષયમુક્ત કરવાનો લક્ષ્યાંક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ર૦૧૮ માં જાહેર કર્યો હતો. પ્રધાનમંત્રી ટીબી મુક્તિ અભિયાન સમગ્ર દેશમાં વિવિધ સ્તરે ચાલી રહ્યું છે ત્યારે જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ટીબીના રોગ માટે ચાલતી કાર્યવાહીની જાણ કરવા તેમજ લોકોમાં ટીબીના રોગ અંગે પ્રવર્તી રહેલ ભય, સંકોચ દૂર કરવા વ્યાપક જનજાગૃતિના સંદેશ માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ડીએમસી ઝાલાએ પૂર્વભમિકા સાથે નગરજનોમાં જનજાગૃતિ આવે તે દિશામાં સઘન પ્રચાર-પ્રસાર કરવા ભાર મૂક્યો હતો.

આ તકે મેડિકલ ઓફિસર હરેશ ગોરી તેમજ સિટી ટીબી ઓફિસર ડો. પલકબેન ગણાત્રાએ ટીબીના રોગ, લક્ષણો, સારવાર, સહાય વગેરે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ટીબીના રોગના ચાર લક્ષણો છે, બે અઠવાડિયા સુધી સતત ઉધરસ આવવી, ભૂખ ન લાગવી, રાત્રે ઊંઘ ન આવવી, જીણો તાવ રહેવો છે. જો આ લક્ષણો અનુભવાય તો તરત જ નજીકના પ્રા.આ.કેન્દ્ર, સીએચસી દવાખાના કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ, અને બળખા વગેરેની લેબ-તપાસ કરી ચોક્કસ નિદાન કરાવી લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.

સરકાર દ્વારા ટીબીના દર્દીને સંપૂર્ણપણે અસરકારક દવાઓ આપવામાં આવે છે. તેમજ દર મહિને ૧૧.પ૦ કિલો પૌષ્ટિક અનાજની કીટ અને દર મહિને રૂ. પ૦૦ (હવે રૂ. ૧૦૦૦) ની સહાય આપવામાં આવે છે. ટીબીના દર્દી છ અઠવાડિયાનો દવાનો કોર્સ ચીવટ રાખીને પૂર્ણ કરે તો રોગ મટી જાય છે. આમ ટીબી મટાડી શકાય તેવો રોગ છે. તેનાથી ડરવાની કે સંકોચ રાખવાની જરૂર નથી. ચેપી રોગ હોવાથી જરૂરી સાવચેતી રાખવા પણ જણાવાયું હતું.

ભારતમાં ભલે ર૦૩૦ સુધી ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંક જાહેર થયો, પણ અત્યારે જે રીતે સમગ્ર દેશમાં અભિયાન ચાલી રહ્યું છે તે મુજબ અને આંકડાકીય વિગતો મુજબ ભારતદેશ ર૦૩૦ અગાઉ જ ટીબી મુક્ત થ જશે તેવો વિશ્વાસ તંત્રના અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો.

જામનગરના નગરજનોને ટીબીના રોગના લક્ષણો, તેની તપાસ, નિદાન, સારવાર, દવા, સહાયની વિસ્તૃત જાણકારી મળે અને લોકોમાં સ્વયંભૂ જાગૃતિ આવે તો જામનગરમાં પણ આ રોગનો વ્યાપ ઘટી શકે અને ક્રમશઃ સંપૂર્ણપણે દૂર થઈ જાય, તેથી નગરજનોને સહકાર આપી જાગૃત થવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh