Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ ભેજાબાજે કોલ લેટરને એડીટ કરી સોશિયલ મીડિયા પર કર્યાે હતો વાયરલઃ
જામનગરના સાતરસ્તા નજીક આવેલી ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન (જેટકો)ની કચેરીએ આજે સવારે એપ્રેન્ટિસ લાઈનમેનની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતા હોબાળો મચી ગયો હતો. એપ્રેન્ટિસ લાઈનમેન ભરતી પ્રક્રિયા માટે જેટકો દ્વારા જામનગર તેમજ દ્વારકા અને પોરબંદર જિલ્લાના ૧૮૦૦ જેટલા ઉમેદવારોના નામ રોજગાર કચેરી પાસેથી મંગાવવામાં આવ્યા પછી આ ઉમેદવારોને કોલ લેટર પાઠવાયા હતા અને તેમાંથી ૫૦૦ જેટલા ઉમેદવારોની ભરતી માટે પ્રક્રિયા કરાતી હતી. તે દરમિયાન કોઈ ભેજાબાજે કોલ લેટરમાં એડીટીંગ કરી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા આજે ઉપરોક્ત ત્રણ જિલ્લા ઉપરાંત ભાવનગર, આણંદ સહિતના જિલ્લાઓમાંથી ૪૦૦ થી વધુ નોકરીવાંચ્છુ ઉમટી પડ્યા હતા અને અવ્યવસથા ઉભી થઈ હતી. ઉમેદવારોએ ધરમ ધક્કો થયાનો અફસોસ વ્યક્ત કર્યાે હતો. જ્યારે જેટકોના અધિકારીઓએ તે કોલ લેટર કોઈએ એડીટ કરી સોશિયલ મીડિયા પર મૂક્યાનો ખુલાસો કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial