Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'તેરા તુજ કો અર્પણ' અભિગમ હેઠળ લોકોને તેમનો મુદ્દામાલ પરત કરાયોઃ
જામનગર તા. ર૦: જામનગર જિલ્લાના ધ્રોળમાં વ્યાજખોરોના દુષણને ડામવા અંગે જનસંપર્ક સભા યોજાઈ હતી. જેમાં રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
જામનગર જિલ્લાના ધ્રોમળાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોક કુમાર યાદવ તેમજ જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં જનસંપર્ક સભા યોજવામાં આવી હતી. સાથોસાથ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ લોકોને તેઓનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા વ્યાજખોરોના દુષણને ડામવા ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે, તે અન્વયે રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોક કુમાર યાદવની અધ્યક્ષતા હેઠળ ગઈકાલે તા. ૧૯-૭-ર૦ર૪ ના ધ્રોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જી.એમ. પટેલ સ્કૂલ-ધ્રોળમાં જિલ્લા કક્ષાનો જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા, તથા ધ્રોળ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
આ લોકદરબારમાં ઉપસ્થિત રહેલી તમામ જાહેર જનતાને વ્યાજખોરોના દુષણને ડામવા અન્વયે લોકોમાં કાયદાકીય જાગૃતિ આવે અને આવા ગેરકાયદેસર નાણા ધિરનાર લોકો વિરોધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તે અંગેનું માર્ગદર્શન આઈ.જી.પી. અશોક કુમાર યાદવ દ્વારા અપાયું હતું. ઉપરાંત હાજર રહેલા લોકોને અપીલ કરવામાં આવેલી કે તેઓના સગા-વહાલા, મિત્ર કે સંબંધીઓ કે જાણીતામાં કોઈપણ વ્યક્તિઓ આવા વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયેલા હોય તો તેઓને કોઈપણ જાતના ડર કે સંકોચ રાખ્યા વગર વ્યાજખોરો વિરૂદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જણાવ્યું હતું.
ભવિષ્યમાં પણ આવા કોઈ ઈસમો દ્વારા ગેરકાયદેસર નાણા ધીરી ઊંચા વ્યાજ દર વસૂલ કરવામાં આવતા હોય તો ત્વરિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ કરવા સમજણ આપવામાં આવી હતી. તે પછી 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા ફરિયાદીનો રિકવર થયેલો તમામ મુદ્દામાલ પરત કરી આપવામાં આવ્યો હતો. આ લોકદરબારમાં આશરે ૪પ૦ જેટલા લોકો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial