Advertisement
Author: નોબત સમાચાર

પશ્ચિમ બંગાળમાં સક્રિય થયેલું લોપાર વાવાઝોડું ઓડિશાથી પ૦ કિ.મી. દૂરઃ વરસાદની આગાહી

તા. ર૧-રર જૂલાઈના સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતા

નવી દિલ્હી તા. ર૦: પ.બંગાળમાં સક્રિય થયેલું લોપાર વાવાઝોડું ઓડિશાથી પ૦ કિ.મી. દુર છે અને તેની આડઅસરના કારણે તા. ર૧-રર જૂલાઈમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા છે.

પ. બંગાળની ખાડીમાંથી ચક્રવાત તોફાન સક્રિય થયું છે. હલકા દબાણ સાથે ઉદ્દભવેલા આ ચક્રવાતે હવે તોફાનનું રૂપ ધારણ કર્યું છે. જેનું નામ લોપાર રાખવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસતારોમાં તોફાન આવવાની શક્યતા છે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશ વાવાઝોડાએ તોફાનનું સ્વરૂપ લીધું છે.

આ વાવાઝોડાને લોપાર નામ આપવામાં આવ્યું છે. ઓડિશાના દરિયાકાં ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિ-મધ્ય બંગાળની ખાડી અને અડીને આવેલા ઉત્તર આંધ્રપ્રદેશ પરનું ડિપ્રેશન છેલ્લા ૬ કલાક દરમિયાન લગભગ ૭ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા શુક્રવારે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં દબાણ ક્ષેત્રમાં પરિવર્તિત થયું છે. તે પુરી, ઓડિશાથી લગભગ પ૦ કિ.મી. દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં છે.

હવામાન વિભાગના જણાવ્યાનુર તે ઓડિશા અને છત્તીસગઢ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતી વખતે આગામી ર૪ કલાક દરમિયાન ધીમે-ધીમે નબળું પડશે. આગામી ર-૩ દિવસ દરમિયાન તે તેની સામાન્ય સ્થિતીથી દક્ષિણમાં રહેવાની શક્યતા છે. સરેરાશ દરિયાની સપાટી પર ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાત- ઉત્તર કેરળના દરિયાકાંઠે સરેરાશ દરિયાઈ સ્તરે વહે છે. એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના સૌરાષ્ટ્રમાં નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરોમાં સ્થિત છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પ દિવસ દરમિયાન આ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાની મધ્યમ વરસાદની શક્યતા છે.

શનિવારે કાંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, પટીય સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ર૦-ર૧ જુલાઈ દરમિયાન કેળ અને માહે, તેલગાણા, તટીય આંધ્ર પ્રદેશ અને ર૦ જુલાઈના રોજ ચાનમ પર અલગ-અલગ સ્થળોએ પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તમિલનાડુ, ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ, મરાઠાવાડામાં ભારે થી અતિભાવે વરસાદની સંભાવના છે.

આગામી પ દિવસ દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય, દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વરસાદની સંભાવના છે. ર૧ મી જુલાઈએ ગુજરાતમાં વરસાદ થશે. જ્યારે રર જુલાઈએ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પ દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આઈએમડીએ તેના બુલેટિનમાં જણાવ્યું છે કે ર૧ જુલાઈએ પૂર્વ રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં રર અને ર૩ જુાલઈએ અને ઉત્તરાખંડમાં ર૦-રર જુલાઈ દરમિયાન આવી સ્થિતી રહેશે. આગામી ૪-પ દિવસ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh