Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે
જામનગર તા. ર૦: જામનગર જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે રપ ડેમ પૈકી ૧૪ જળાશયો ઓવરફ્લો થયા હોવાનું જાણવા મળે છે.
જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી મેઘરાજાનો વધુ એક રાઉન્ડ જોવા મળ્યો હતો, અને પરમદિવસથી પડી રહેલા વરસાદના કારણે જામનગર જિલ્લાના રપ જળાશયોમાંથી ૧૪ જળાશયો ઓવરફ્લો થયા છે, જ્યારે અન્ય ૮ જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. ગઈકાલે પડેલા વરસાદના કારણે જામનગર નજીક આવેલો સપડા ડેમ કે જે ફરી ઓવરફ્લો થઈ ગયો છે.
તે ઉપરાંત સસોઈ-ર ડેમ કે જે અનગેટેડ છે તે ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે, અને ડેમની પાળી પરથી પાણી પસાર થઈ રહ્યું છે. ત્યારપછી ઊંડ-૪ ડેમ, તેમજ ડાઈમીણસાર અને વાગડિયા ડેમ કે જે ત્રણેય ડેમ પણ અનગેટેડ છે, અને તે ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે.
આ ઉપરાંત ઉમિયા સાગર ડેમમાં પાણીનો વધુ જથ્થો આવી ગયો હોવાથી ડેમના બે પાટિયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, અને ડેમની સપાટી જાળવવામાં આવી છે, જ્યારે વાગડિયા ડેમ અને ઉંડ-૪ ડેમ કે જે અનગેટેડ છે, અને તે પણ ઓવરફ્લો થઈ ગયા છે. બાલંભડી અને વનાણા ડેમ, વોડીસાંગ ડેમ, રંગમતી ડેમ સહિત કુલ ૧૪ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ઉપરાંત અન્ય ૮ જળાશયોમાં ગઈકાલે નવા પાણીની આવક થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial