Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી ઝાપટાંના પગલે ઠંડક પ્રસરીઃ
જામનગર તા. ૨૦: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૨.૫ ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી નોંધાયું હતું. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાને રાહત મળી હતી.
હાલાર સહિત ગુજરાતના ઘણાં ભાગોમાં સારો એવો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જે સાચી પણ ઠરી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી છે. જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે આજે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અઢી ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી અને એક ડિગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૨૫.૫ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૫ થી ૧૦ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial