Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને આરોપીને પોલીસે પકડી લઈ જેલમાં ધકેલ્યાઃ
જામનગર તા. ૨૦: ભાણવડના એક આસામીએ અમદાવાદ તથા કચ્છના બે શખ્સ પાસેથી રૂા.૧પ લાખ રોજના રૂા.૧૫ હજારના વ્યાજે લીધા પછી વ્યાજ નહીં ચૂકવી શકાતા ગામ છોડવું પડ્યું હતું. તે પછી ફરીથી ભાણવડ આવેલા આ આસામી પાસેથી કુલ રૂા.૩૦ લાખ વસૂલવા મારકૂટ, ધમકી આપનાર બંને શખ્સને ભાણવડ પોલીસે દબોચી લઈ જેલમાં ધકેલી દીધા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં રહેતા મિલનભાઈ સંઘવી નામના આસામીએ જુદા જુદા સમયે અમદાવાદના પ્રકાશ રાજપૂત તથા કૃણાલગીરી નામના બે શખ્સ પાસેથી રૂા.૧૫ લાખ હાથઉછીના મેળવ્યા હતા.
આ શખ્સોએ વ્યાજે પૈસા આપતી વખતે રૂા.૧૫ લાખ સામે રોજના રૂા.૧૫ હજાર વ્યાજ આપવાનું ઠેરવ્યું હતું અને સિક્યુરિટીમાં મિલનભાઈની સહીવાળો કોરો ચેક લઈ લીધો હતો. રોજના ૧પ હજાર વ્યાજ પેટે ચૂકવી નહીં શકાતા મિલનભાઈ નાસીપાસ થયા હતા. તેઓને ફોન પર અને ક્યારેક રૂબરૂ જઈ પ્રકાશ તથા કૃણાલ કડક ઉઘરાણી કરતા હોવાથી મિલનભાઈએ ઘર છોડ્યું હતું અને તેઓ મુંબઈ ચાલ્યા ગયા હતા.
ત્યાંથી ફરી ભાણવડમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થાના ભોજનાલયમાં તેઓ કામે લાગી ગયા હતા. તે બાબતની જાણ થતાં પ્રકાશ તથા કૃણાલ નંબર પ્લેટ વગરની મોટર લઈને અમદાવાદથી આવ્યા હતા અને તેઓએ આ શાળામાં પ્રવેશ કરી વ્યાજ સાથે રૂા.૩૦ લાખ તારે આપવાના છે તેમ કહી મારકૂટ કરી મિલનભાઈને મારી નાખવાની ધમકી આપતા આ આસામીએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા પછી પીએસઆઈ એમ.આર. સવસેટાએ આરોપી પ્રકાશ સામતભાઈ પરમાર, કચ્છના રાપરના કૃણાલગીરી ગુલાબગીરી ગુસાઈને પકડી પાડી અદાલતમાં રજૂ કરતા બંનેને જેલમાં ધકેલી દેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial