Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચેશ્વર ટાવર પાસે ઘટના પછી વીજતંત્ર દોડ્યું:
જામનગર તા. ર૦: જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગઈકાલે ચાલુ વરસાદે પવનની સાથે ઊડીને આવેલો ભીની તાલપત્રીનો ટૂકડો વીજવાયર સાથે લપેટાઈ જતા ધડાકાભેર વીજપુરવઠો ખોરવાયો હતો.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગઈકાલે ચાલુ વરસાદે એક ભીની તાડપત્રીનો ટૂકડો ભારે પવન સાથે ઊડીને વીજવાયરો પર પડ્યા પછી તેમાં લપેટાઈ જતા ધડાકો થયો હતો, અને આ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેની જાણ કરાતા વીજકંપનીની ટૂકડી સમારકામ માટે ધસી આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે ૮-૩૦ કલાકે ૧૧ કેવી પંચેશ્વર ટાવર ફીડર અચાનક ધડાકાભેર બંધ થયો હતો, જેથી પીજીવીસીએલની ટીમ દ્વારા પોલ ટુ પોલ પેટ્રોલિંગ કરીને ટ્રાન્સફોર્મરને આઈસોલેટ કરી તાત્કાલિક ધોરણે આ ફીડરનો પાવર સપ્લાય ચાલુ કરી આપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારપછી આ ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલા હળવા દબાણની લાઈનની વિસ્તૃત ચકાસણી કરાતા ત્યાં વીજલાઈન પર તાડપત્રીનો ભીનો ટૂકડો વિટાઈ ગયેલો જોવા મળ્યો હતો. થાંભલા પર ચઢેલા આ વીજકર્મીઓએ તેને દૂર કરી આ વિસ્તારનો વીજપુરવઠો ચાલુ કરાવી આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial