Advertisement
Author: નોબત સમાચાર

ચાંદીપુરા વાયરસના સંદર્ભે દ્વારકા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એલર્ટઃ ઘેર-ઘેર ફરતી ટીમો

ખંભાળીયાના સીમાણી (કાલાવડ) માં બાળદર્ર્દીના મૃત્યુ પછી

ખંભાળીયા તા. ર૦: ખંભાળીયા તાલુકાના સીમાણી કાલાવડમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળ દર્દીના મૃત્યુના પગલે તંત્ર એલર્ટ થયું છે, અને આરોગ્ય કેન્દ્રની ટીમોને ઘેર-ઘેર દોડાવાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સીમાણી કાલાવડ ગામે મકવાણા પરિવારના માત્ર ચાર વર્ષના માસુમ બાળકનું હાલમાં ગુજરાતમાં ફેલાયેલા ચાંદીપુરા વાયરસના શકમંદ લક્ષણો સાથે જામનગર સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જેના પગલે તંત્ર એલર્ટની સ્થિતિમાં થઈ ગયું છે.

જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાની આગેવાની તથા માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરી તથા તેમની ટીમ દ્વારા સીમાણી કાલાવડ તથા નજીકના ગામોમાં સર્વે કરવાની સાથે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્ટાફ અને તબીબો દ્વારા પણ ઘેર-ઘેર ટીમો મોકલીને નાના બાળકોમાં આ રોગના લક્ષણો અંગે તપાસ સર્વે કરવાની સાથોસાથ સાવચેતીના પગલા અંગે સમજૂતી અને સાવધાની સાથે શું કરવું તે અંગે માર્ગદર્શન પણ શરૂ કરવામાં આવ્યું છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરી તથા અગ્રણી હોસ્પિટલ દેવભૂમિના તબીબ પી.વી. કંડોરીયા દ્વારા સોશ્યલ મીડિયામાં જાગૃતિ વીડિયો મૂકીને આ ચાંદીપુરા રોગમાં મુખ્યત્વે સેંડ ફલાય માખીથી રોગ ફેલાતો હોય, સામાન્ય માખી કરતા ચારગણી નાની આ માખી દીવાલોના છીદ્રો ગારલીંપણવાળી દીવાલમાં ઈંડા મૂકી રહેતી હોય અને ૦ થી ૧૪ વર્ષના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, તેમને સંક્રમણ વધુ થાય તેમ હોય, ઘરમાં હવા-ઉજાસ, સૂર્યપ્રકાશ, બાળકોને મચ્છરદાનીમાં સુવાડવા. ચાંદીપુરાના લક્ષણો સખત તાવ, ઝાડા થવા, ઉલટી, શરીર ખેચાવું, બેભાન કે અર્ધબેભાન થવાની સ્થિતિમાં તુરંત જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh