Advertisement
Author: નોબત સમાચાર

સંત દેવુભગતની પુણ્યતિથિ નિમિત્તે ૧૧૦૦ રાશનકીટનું વિતરણ, ૧૭,પ૦૦ બટુકને ભોજન અને રાવલમાં ત્રિવિધ કેમ્પો યોજાયા

પત્રકાર અને સમાજ સેવક મનોજભાઈ સોનીના સહયોગથી

રાવલ તા. ર૦: પરમ સંત દેવુભગતની પુણ્યતિથિ નિમિત્તે રાવલના સેવાભાવી યુવાન અને ગુજરાત રાજ્ય પત્રકાર એક્તા પરિષદના મંત્રી મનોજભાઈ સોનીએ ગિરીરાજ ચેરી. ટ્રસ્ટના સહયોગથી રાવલમાં વિવિધ કેમ્પો યોજાયા હતાં, અને માનપર, રાવલ સહિતના રર ગામોમાં બટુકભોજન, રાશનકીટ વિતરણ અને બ્રહ્મચોર્યાસીના કાર્યક્રમો યોજાયા હતાં.

ગુજરાત રાજ્ય પત્રકાર પરિષદના મંત્રી મનોજભાઈ સોની રાવલના વતની છે, અને અનેક પ્રકારના સેવાકાર્યો સ્વખર્ચે કરતા હોય છે. તેઓ સંતશ્રી દેવુભગતના પરમ ભક્ત છે અને તેઓની પુણ્યતિથિ નિમિત્તે ૧૮ મી જુલાઈના તેઓએ રાવલ અને માનપર સહિત રર ગામોમાં વિવિધ સેવાકાર્યો તથા વિવિધ કેમ્પોનું આયોજન કર્યું હતું, અને માનપરમાં બ્રહ્મચોર્યાસી યોજી હતી.

આજુબાજુના રર ગામોમાં ૧૧૦૦ રાશનકીટનું વિતરણ, ૧૭,પ૦૦ બાળકોને બટુક ભોજન અને માનપરમાં બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું હતું, જેમાં સ્વામિનારાયણ સંત કોઠારી સ્વામી રાધારમણદાસજી, શ્રી જગતપ્રકાશદાસજી, શિવશક્તિ આશ્રમ-વિસાવાડાના શ્રી કૃષ્ણજતીજી બાપુ, છાયાના જીવણભગત સહિતના સંતો-મહંતો તથા સ્થાનિક અગ્રણીઓ, સેવાભાવી નાગરિકો તથા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતાં. બટુક ભોજન પછી દરેક બાળકને વોટરબેગનું વિતરણ પણ કરાયું હતું.

બ્લડ ડોનેશન કેમ્પ માટે પોરબંદરની રામ બ્લડ બેંકે સેવાઓ આપી હતી અને વરસાદ વરસતો હોવા છતાં ૧૯ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પ અને આંખના કેમ્પોનો બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો અને અઢીસો જેટલા દર્દીઓને વિશેષ સારવાર સાથે દવાઓ અપાઈ હતી.

આ ત્રિવિધ કેમ્પો માટે પોરબંદરના નિષ્ણાત ડોક્ટરો તથા સ્પેશ્યલીસ્ટો ડો. ગરેજા, ડો. ઓડેદરા, ડો. લગારિયા તથા રાજકોટના ન્યુરોસર્જન ડો. પ્રકાશ મોઢા, જનરલ તથા ટ્રોમા સર્જન ડો. કૌશિક પટેલ, સ્ક્રીન સ્પેશ્યાલિસ્ટ ડો. ઓમદેવસિંહ ગોહિલ, ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જન ડો. કલ્પેશ બજાણિયા, બાળરોગોના નિષ્ણાત-પીડિયાટ્રિક ડો. મહીપાલ ચૌહાણ, નાક, કાન, ગળાના ઈ.એન.ટી. સર્જન ડો. વૈભવ હાપલિયા, ફિજિશ્યન (એમ.ડી.) ડો. દિવ્યરાજસિંહ જાડેજા, દાંતના રોગોના નિષ્ણાત ડો. કરણ અમર, યુરોલોજિસ્ટ ડો. યશ ટીલાવા તથા સ્થાનિક તબીબો-આરોગ્યકર્મીઓએ સેવાઓ આપી હતી.

સમગ્ર આયોજન માટે મનોજભાઈ સોનીની ટીમ કેતનભાઈ અને સ્વયંસેવકોએ સેવાઓ આપી હતી, અને વરસતા વરસાદમાં પણ આ તમામ કાર્યક્રમો માટે સતત જહેમત ઊઠાવી હતી. ગિરીરાજ ટ્રસ્ટના વિનુભાઈ ગોકાણી તથા ટ્રસ્ટ તરફથી કેમ્પો માટ સહયોગ અપાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh