Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડના ધુનધોરાજીમાં કરૂણાંતિકાઃ
જામનગર તા. ૨૦: કાલાવડના ધુનધોરાજી ગામમાં ગયા સપ્તાહે એક શ્રમિક મહિલા ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેઓએ તરસ લાગતા બાજુમાં પડેલા દવા વાળા ખાલી વાટકામાં પાણી પી લીધા પછી તેણીને ઉલ્ટીઓ શરૂ થઈ હતી. આ મહિલાનું સારવારમાં જામનગર દવાખાને મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં નરેન્દ્રભાઈ કેશવજીભાઈ ગધેથરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા ગમતીબેન ઈતેશભાઈ ભીલવાલ નામના ઓગણીસ વર્ષના પરિણીતા ગયા મંગળવારે સાંજે ખેતરમાં મગફળી તથા સોયાબીનના ઉભા પાકમાં નિંદણકામ અને દવા છાંટવાનું કામ કરતા હતા.
આ વેળાએ ગમતીબેનને તરસ લાગતા તેઓએ બાજુમાં પડેલા વાટકામાં પાણી ભરી પી લીધુ હતું. તે વાટકામાં પહેલા દવા ભરેલી હતી. તેથી આ યુવતીને ઉલ્ટી-ઉબકા થવા લાગ્યા હતા. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવેલા ગમતીબેનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. સતરસિંગ સેનાભાઈ ભીલવાલે પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુ અંંગે બીએનએસની કલમ ૧૯૪ મુજબ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial