Advertisement
Author: નોબત સમાચાર

ચોરાઉ મોબાઈલ સાથે એક શખ્સ ઝબ્બે

રૂા.૩૦ હજારનો મોબાઈલ પોલીસે કબજે કરી લીધોઃ

જામનગર તા. ૨૦: જામનગરના રણજીતસાગર રોડ પર હર્ષદ મીલની ચાલી પાસેથી ગઈકાલે પોલીસે એક શખ્સને રૂા.૩૦ હજારના ચોરાઉ મોબાઈલ સાથે પકડી પાડી પૂછપરછ આદરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર ગઈકાલે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં પો.કો. વિજય કાનાણી, રવિ શર્માને મળેલી બાતમીના આધારે ચૂનાના ભઠ્ઠા નજીક બાઈની વાડી પાસે રહેતા વિનેશ મુળજીભાઈ કોચર નામના શખ્સને અટકાયતમાં લેવાયો હતો.

આ શખ્સની તલાશી લેવાતા તેના કબજામાંથી વન પ્લસ કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો. તે મોબાઈલ અંગે પૂછપરછ કરાતા તે મોબાઈલ ચોરાઉ હોવાની વિનેશ કોચરે કબૂલાત આપી હતી. પોલીસે રૂા.૩૦ હજારનો મોબાઈલ કબજે કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh