Advertisement
Author: નોબત સમાચાર

પાડોશીને વિશ્વાસમાં લઈ એક શખ્સે માર્યાે રૂા.અઢી લાખનો ધૂમ્બોઃ ફરિયાદ

ખોટી સહી કરી ચેક પધરાવી દીધો!

જામનગર તા. ર૦: જામનગરના એક વેપારી પાસેથી રૂા.૩ લાખ સંબંધદાવે મેળવી તેમના પાડોશીએ રૂા.૫૦ હજાર પરત કર્યા હતા અને બાકીના રૂા.અઢી લાખ ચૂકવવા સહી કરીને ચેક આપ્યો હતો. તે પછી ચેકમાં ખોટી સહી કરાયાનું ધ્યાને આવતા આ વેપારીએ પોતાની સાથે છેતરપિંડી આચરનાર પાડોશી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટીની શેરી નં.૪માં રહેતા  વિશાલભાઈ વિનોદભાઈ ખખ્ખર નામના વેપારી પાસેથી તેમના પાડોશી મુકેશ વસરામભાઈ રાઠોડે બે વર્ષ પહેલાં સંબંધના દાવે રૂા.૩ લાખ હાથઉછીના લીધા હતા.

આ રકમ પરત માંગવામાં આવતા મુકેશે તેમાંથી રૂા.૫૦ હજાર આપી બાકીના રૂા.અઢી લાખ માટે સહી કરીને ચેક આપ્યો હતો. તે પછી આ ચેકમાં મુકેશ રાઠોડે ખોટી સહી કરી હોવાનું વિશાલભાઈના ધ્યાનમાં આવતા તેઓએ મુકેશ વસરામ રાઠોડ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ વેપારી સાથે છેતરપિંડી કરવા અંગે પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ મુકેશ રાઠોડ સામે ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh