Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લગ્ન પછી નવવધૂ ઠેંગો બતાવી નાસી ગઈઃ
જામનગર તા. ૨૦: જામનગરના રાજીવનગરમાં રહેતા લગ્નવાચ્છુ યુવાને પોતાના લગ્ન માટે કરેલી તજવીજમાં જામનગરના એક શખ્સે લગ્ન કરાવી આપવાનું વચન આપી સુરતના ત્રણ વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો અને ચારેયે સાથે મળી મહારાષ્ટ્રની એક યુવતી સાથે આ યુવાનને રૂા.ર લાખ લઈ પરણાવ્યો હતો. તે પછી નવવધૂ ઠેંગો બતાવીને નાસી જતાં આ યુવાને કાવતરૂ રચી પોતાની સાથે છેતરપિંડી કરવા અંગે તે યુવતી સહિત પાંચેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા અંધાશ્રમ પાછળના રાજીવનગરમાં રહેતા નાથાભાઈ વિરમભાઈ પરમાર નામના આડત્રીસ વર્ષના યુવાને પોતાના લગ્ન માટે યુવતી શોધવાનું શરૂ કર્યા પછી ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં તેઓને સુરતના કેટલાક વ્યક્તિઓનો ભેટો થયો હતો.
આ વ્યક્તિઓ લગ્ન કરાવી આપતા હોવાની વિગત મળતા નાથાભાઈએ બેડેશ્વર નજીક ધરારનગર-૧માં રહેતા અસગર મુસાભાઈ સોતાનો કોન્ટેક કર્યા પછી સુરતના જીજાબેન પાટીલ તથા સામાબીન સલીમ અને સુરતના ઉધનાના ફરઝાનાબેનનો સંપર્ક થયો હતો.
ઉપરોક્ત ચારેય વ્યક્તિએ મહારાષ્ટ્ર રાજ્યના બુલઠાણા જિલ્લાના ખામગાંવના મનિષા ગજાનન માનવતે નામના યુવતીના લગ્ન કરવાના છે તેમ જણાવ્યા પછી નાથાભાઈને વિશ્વાસમાં લીધા હતા અને લગ્ન માટે રૂા.ર લાખ આપવાના થશે તેમ જણાવ્યું હતું. આથી લગ્નવાચ્છુ નાથાભાઈએ પૈસા આપી દીધા હતા.
તે પછી ગઈ તા.૨૨-૧૦-૨૩ના દિને મનિષા માનવતે નાસી ગઈ હતી. તેણીની શોધખોળ હાથ ધર્યા પછી નાથાભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા તેઓએ ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મનિષા ગજાનન માનવતે, ધરારનગર-૧વાળા સોતા અસગર મુસાભાઈ, સુરતના જીજાબેન પાટીલ, સુરતના લીંબાયતનગરમાં રહેતા સામાબીન તથા ઉધનાના ફરઝાનાબેન સામે આઈપીસી ૧૨૦ (બી), ૪૨૦, ૩૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુહો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial