Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયામાં એનડીઆરએફની ટીમ દ્વારા બે વ્યક્તિનું રેસ્ક્યૂઃ નાગરિકોને કરાયા સતર્ક

દ્વારકા જિલ્લાના ૧૦ માર્ગો બંધઃ જળાશયોમાં નવા નીર

ખંભાળીયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં  કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૧૬ ઈંચ તેમજ જ્યારે ભાણવડ તાલુકામાં ૦૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા ૩૬ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ૪૧૨ મીમી, દ્વારકા તાલુકામાં ૩૪૪ મીમી, ખંભાળિયા તાલુકામાં ૧૬૫ મીમી તથા ભાણવડ તાલુકામાં ૧૨૭ મીમી જેટલો વરસાદ નોંધાયો છે.

જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે,  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતર્ક રહેતા નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકોને તકેદારી રાખવા તથા રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડેમની સ્થિતિ જોઈએ તો જિલ્લાના કુલ ૦૪ ડેમ સિંઘણી સિંચાઇ યોજના, કંડોરણા સિંચાઇ યોજના, મહાદેવીયા સિંચાઇ યોજના, સિંહણ નાની સિંચાઇ યોજના ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. જ્યારે વર્તુ - ૧ સિંચાઇ યોજના, કબરકા સિંચાઇ યોજના, સોનમતી સિંચાઇ યોજના તેમજ શેઢા ભાડથરી સિંચાઇ યોજના ૮૦ ટકા જેટલી નવા નીરની આવક થઈ છે.

રાજ્ય સરકારના દિશા-દર્શનમાં  દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શનમાં  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતર્કતા સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટર શ્રીના માર્ગદર્શનમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં  સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. તેમજ જિલ્લામાં એન.ડી.આર. એફ ની ટીમ દ્વારા કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલ ૦૨ વ્યક્તિઓનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના ૦૩ તથા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૦૭ જેટલા રસ્તાઓ પાણીના પ્રવાહના કારણે હાલ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા દ્વારા પાણી પ્રવાહમાં તથા ડેમ સાઈટ પર ન જવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh