Advertisement
Author: નોબત સમાચાર

મુદ્દલ કરતા બમણું વ્યાજ ચૂકવ્યા પછી પણ ચેક રિટર્નની ફરિયાદ કરાઈ

નગરના આસામીએ ચાર વ્યાજખોર સામે નાખી ધાઃ

જામનગર તા. ૨૦: જામનગરના એક આસામીએ કોરોનાકાળ વેળાએ પૈસાની જરૂરિયાત ઉભી થતાં જુદા જુદા ચાર આસામી પાસેથી રૂા.૨ લાખ વ્યાજે લઈ રૂા.૪ લાખ ઉપરાંત વ્યાજપેટે ચૂકવી આપ્યા હોવા છતાં એક શખ્સે રૂા.૧ લાખ ૭૦ હજારની રકમ લખી ચેક પરત કરાવી લીધાની અને અન્ય શખ્સોએ વ્યાજ, મુદ્દલની કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગરના દેવુભાના ચોક વિસ્તારમાં વસવાટ કરતા અને રિક્ષા ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવતા ખવાસ દીપકભાઈ હરગોવિંદભાઈ મોડ નામના પ્રૌઢે વર્ષ ૨૦૨૦માં કોરોનાની પ્રથમ લહેર પછી પૈસાની જરૂર પડતા રૂા.૫૦ હજાર સ્વામી નારાયણનગરમાં રહેતા દીપક બચુભાઈ વાઘેલા પાસેથી હાથ ઉછીના મેળવી દર મહિને ૧૦ ટકા લેખે વ્યાજ ચૂકવ્યું હતું.

આવી રીતે રૂા.૧ લાખ ૮૦ હજાર વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા. તે પછી રાજપાર્કમાં રહેતા હાર્દિક ભાઈલાલ વાઘેલા ઉર્ફે લખન પાસેથી ૩૦ ટકાના વ્યાજ દરે દીપકભાઈએ રૂા.૩૦ હજાર હાથઉછીના મેળવી વ્યાજમાં રૂા.૧ લાખ ૮ હજાર ચૂકવ્યા હતા. સુભાષ શાક માર્કેટ પાસે આવેલી ચારણફળી માં રહેતા પ્રિન્સ રાજુભાઈ ચૌહાણ પાસેથી રૂા.૧ લાખ ૨૦ ટકાના વ્યાજે લઈ દીપકભાઈએ રૂા.૯૦ હજાર વ્યાજમાં આપ્યા હતા.

તે ઉપરાંત રાજપાર્કની સામે ત્રિમંદિર નજીક રહેતા જતીન પઢીયાર પાસેથી રૂા.૨૦ હજાર ૧૦ ટકાના વ્યાજે લઈ રૂા.૪૫ હજાર કટકે કટકે ચૂકવ્યા હતા. આટલુ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં હાર્દિક ઉર્ફે લખન તથા જતીન પઢીયારે સહી કરેલો કોરો ચેક લઈ લીધો હતો. તેમાં જતીને રૂા.૧ લાખ ૭૦ હજારની રકમ લખી બેંકમાં રજૂ કર્યા પછી તે ચેક પરત ફરતા કોર્ટમાં ચેક પરતની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારપછી ચારેય વ્યક્તિએ વ્યાજ અને મુદ્દલની કડક ઉઘરાણી કરી દીપકભાઈ તથા તેના પુત્રની સહી કરાવી કોરા ચેક લઈ લીધા હતા અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દીપકભાઈ મોડે આઈપીસી ૫૦૪, ૫૦૬ (ર) તથા મની લેન્ડર્સ એક્ટ હેઠળ દીપક વાઘેલા, હાર્દિક વાઘેલા, પ્રિન્સ ચૌહાણ, જતીન પઢીયાર સામે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh