Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સસોઈ, ઉંડ-૧, આજી-૩ ડેમો પણ ભરપૂરઃ રણમલ તળાવમાં પણ નવા નીરની આવકઃ
જામનગર જિલ્લાના ખાસ કરીને લાલપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે સાંજે સારો વરસાદ પડી ગયો હતો, અને નદી નાળામાં પૂર આવ્યા હતાં. જેમાં જામનગર શહેરને પાણી પૂરૃં પાડતા રણજીતસાગર ડેમમાં વ્યાપક પ્રમાણમાં આવક થઈ હતી. ગઈકાલે એક જ દિવસમાં રણજીતસાગર ડેમમાં ચાર ફૂટથી વધુ નવું પાણી આવ્યું હતું. તાજા સમાચાર મુજબ આસપાસના વિસ્તારની નદીનો ધસમસતો પ્રવાહ રણજીતસાગર ડેમમાં ઠલવાયો છે, જેના કારણે રણજીતસગાર ડેમ છલકાવાની તૈયારીમાં છે, જેથી લોકો ખુશખુશાલ છે. જામનગર શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત લાલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદના કારણે જામનગર શહેરને પાણી પૂરૃં પાડતા ચારેય જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેથી જામનગર શહેર માટે હાલ ડિસેમ્બર અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ચારેય ડેમમાં સંગ્રહ થયો છે. આ ઉપરાંત શહેરને પાણી પૂરૃં પાડતા સસોઈ ડેમમાં પણ ગઈકાલે દોઢ ફૂટ નવું પાણી આવ્યું છે. કુલ ૮૦૧ એમ.સી.એફ.ટી. નવા નાણીની આવક થતા ડેમની કુલ સપાટી ૧૬.૯૩ ફૂટ થઈ છે. આ ઉપરાંત ઉંડ-૧ ડેમમાં પણ ગઈકાલે રાત્રે ૧પ૦૦ એમ.સી.એફ.ટી. પાણી આવતા હાલ ડેમની સપાટી ૧૯.૩ર ફૂટ થઈ છે, જ્યારે આજી-૩ ડેમમાં પણ ગઈકાલે ૧૭.૩ર એમસીએફટી નવું પાણી આવ્યું છે, અને આ ડેમની સપાટી પણ ૧૭.૩ર ફૂટ થઈ છે. ચારેય જળાશયોમાં નવા પાણીની આવક થવાથી જામનગર શહેર માટે ડિસેમ્બર મહિનાના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે, એમ જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચારણીયા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે, અને હજુ પણ વરસાદી વાતાવરણ બંધાયેલું છે, જેથી તમામ ડેમમાં વધુ પાણીની આવક થઈ શકે તેમ છે. જામનગર શહેરના જીવાદોરી સમાન રણમલ તળાવમાં પણ નવા પાણીની આવક થઈ છે. ગઈકાલે દરેડ આસપાસના ગ્રામ્ય પંથકમાં બે ઈંચથી વધુ વરસાદ પડી ગયો હોવાના કારણે દરેડની કેનાલમાં પાણી આવ્યું હતું, અને તળાવમાં ઠલવાયું હતું. જેથી રણમલ તળાવની સપાટીમાં પણ વધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial