Advertisement
Author: નોબત સમાચાર

મોટા ઈટાળામાં 'એક પેડ માઁ કે નામ' કાર્યક્રમઃ વૃક્ષારોપણ અને પ્રકૃતિ જતન કરનારનું સન્માન

કૃષિમંત્રી દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવા આહવાનઃ

જામનગર તા. ૨૦: હાઈસ્કૂલ ગ્રાઉન્ડ મોટા ઇટાળામાં રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં 'એક પેડ માં કે નામ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં મોટા ઇટાળા, બીજલકા સહિત આસપાસના ગ્રામજનોએ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વૃક્ષારોપણના નવતર અભિયાનમાં સહભાગી થઈ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત 'એક પેડ માં કે નામ' કાર્યક્રમમાં સહભાગી થઈ વધુમાં વધુ વૃક્ષો વાવવા ઉપસ્થિત સૌને આહવાન કરતા જણાવ્યું હતું કે લાકડું, દવા, ફળ, ઓક્સિજન સહિતની અમૂલ્ય પેદાશો આપતાં વૃક્ષો સંત સમાન છે. વૃક્ષારોપણ માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે સરકારના આ હરિયાળા સંકલ્પમાં લોક ભાગીદારી ભળશે તો જ ધાર્યું પરિણામ મળી શકશે. આથી માત્ર કાર્યક્રમ પૂરતા જ નહીં પરંતુ જીવનના એક ભાગ તરીકે લોકો વૃક્ષો વાવે અને તેનું જતન કરે એ આજ અને આવતીકાલ માટે ખૂબ જરૂરી છે. વધુમાં વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં  આવશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ પ્રસંગોચિત વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે વૃક્ષો અતિ મૂલ્યવાન છે. વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને વૃક્ષોનું જતન થાય એ આજના સમયની માંગ છે. તેમ જણાવી જીવનમાં આવતા સારા-નરસા પ્રસંગે સૌને અવશ્ય એક વૃક્ષ વાવવા ધારાસભ્યશ્રીએ આહવાન કર્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તથા પ્રકૃતિ જતન અંગેની વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકોને મંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સૌ નાગરિકોએ વૃક્ષારોપણ કરવાના તેમજ વડાપ્રધાનશ્રીના 'એક પેડ માં કે નામ' અભિયાનમાં સહભાગી થવાના શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા, મામલતદાર તન્વી ત્રિવેદી, આગેવાન સર્વ શ્રી રાવતભાઈ શિયાર, નવલભાઈ મૂંગરા, મનસુખભાઇ ચભાડીયા, દેવકરણભાઈ ભાલોડીયા, મયુરસિંહ જાડેજા, વિજયભાઈ કાસુન્દ્રા, ડી.ડી.જીવાણી, પોલુભા જાડેજા, જેન્તીભાઈ કગથરા, લવજીભાઈ તરાવીયા, મનસુખભાઇ ભંડેરી, બ્રિજરાજસિંહ જાડેજા, પિન્ટુભાઈ જાડેજા, અંકુલભાઈ ડાંગરીયા, માર્કેટિંગ યાર્ડના તમામ ડાયરેક્ટરશ્રીઓ, સરપંચશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વૃક્ષ પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh