Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોટલો-દુકાનો-રહેણાંકો-રેસ્ટોરન્ટોમાં ઘૂસ્યા પાણીઃ નિચાણવાળા વિસ્તારો જળમગ્નઃ જનજીવન ઠપ્પઃ એનડીઆરએફ તૈનાત
જામનગર તા. ર૦: હાલારમાં છેલ્લા બે દિવસથી વરસાદ અનરાધાર સ્વરૂપે વરસી રહ્યો છે. ગઈકાલે તો એટલો જોરદાર વરસ્યો કે, આફતમાં ફેરવાયો હતો. ગઈકાલે જિલ્લામાં ૧પ ઈંચ જેટલો વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. કેટલાક લોકો પાણીમાં ફસાયા હતાં. આજે શિક્ષણ કાર્ય બંધ રાખવાની ફરજ પડી છે. અનેક જળાશયોમાં નવા નીર હીલોળા લઈ રહ્યા છે. દ્વારકા-મીઠાપુર પંથકમાં વ્યાપક વરસાદથી સ્થિતિ ખરાબ થઈ છે, તો એનડીઆરએફની ટીમ બોલાવવાની ફરજ પડી છે.
દ્વારકા શહેર તાલુકામાં ગઈકાલે સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલ વરસાદ અવિરત ચાલુ રહેતા બપોરે ર વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી બાર કલાકમાં જ ૧૧ ઈંચ પાણી વરસી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી, અને ઠેર ઠેર પાણી ભરાતા રસ્તા બંધ થઈ ગયા હતાં. અહિં ર૪ કલાકમાં ૧પ ઈંચ વરસાદ વરસી જતા નગરજનોની હાલત કફોડી બની હતી. અહિં મોસમનો કુલ સાડાબત્રીસ ઈંચ વરસાદ થયો છે.
કલ્યાણપુર પંથકમાં આગલા દિવસે ૧૧ ઈંચ વરસાદ પછી ગઈકાલથી આજ સુધીમાં વધુ પાંચ ઈંચ વરસાદ થતા મોસમનો કુલ ૩૮ ઈંચ વરસાદ થયો છે. જ્યારે વરસાદથી અનેક સ્થળે અને ખેતરોમાં પાણી ભરાયા હતાં. રસ્તાઓ બંધ થઈ ગયા હતાં. પરિણામે દર્દીઓ પણ ફસાયા હતાં. કલ્યાણપુર તાલુકો જિલ્લાના ચારેય તાલુકામાં વરસાદ ટોપ ઉપર છે.
ખંભાળિયા શહેરમાં ર૪ કલાકમાં સાડાછ ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ ૩પ ઈંચ વરસાદ થયો છે. સૌથી ઓછો ભાણવડમાં અઢી ઈંચ વરસાદ થયો છે, અને મોસમનો કુલ ૧૯ ઈંચ વરસાદ નોંધાયો છે.
સામાન્ય રીતે ચોમાસામાં નવા રસ્તા બનાવવાનું કામ કરવામાં આવતું નથી અને જો કામ શરૂ થાય તો વૈકલ્પિક તમામ વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે સવા કરોડના ખર્ચે બનતા ખંભાળિયા-ધોરીવાવ ગૌશાળા પાસેનો માર્ગ કોન્ટ્રાક્ટરે ખોદી નાખતા અને કાંઈ કામ નહીં કરતા અને તંત્રએ કોઈ તપાસ નહીં લેતા આ રસ્તા ઉપર બે-ત્રણ ફૂટ પાણી ભરાયા હતાં. અહિંથી વાહન તો ઠીક પાણીને પણ પસાર થવું મુશ્કેલ બન્યું હતું.
જામનગર તરફનો માર્ગ બંધ હોય, જ્યારે બેડિયાવાડા પાસે રેલવેના નાલા નીચેથી વાહનો નીકળતા હતાં, પરંતુ ભરચોમાસે રસ્તા ખોદીને અધુરા છોડી દેવાતા આને વિકાસ કહેવો કે વિનાશ?
તાજેતરમાં અહિં દબાણ હટાવાયા હતાં જેમાંથી નવો રસ્તો ૩પ ફૂટ દૂર છે, છતાં સન્ટર લાઈનમાં સાતત્યતા જાળવાઈ ન હતી. આ માર્ગ માટે તરહ તરહની ચર્ચા જાગી છે.
ખંભાળિયા-ભાણવડમાં ઓછા વરસાદથી નુક્સાની ઓછી થવા પામી છે, પરંતુ કલ્યાણપુર તાલુકાના જામરાવલ, ભાટિયા, હર્ષદ, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી કમર ડૂબ પાણી ભરાયા હતાં. કેટલીક દુકાનો, મકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતાં. જામરાવલ-દ્વારકામાં પણ પાણી ભરાવાની સમસ્યાનો લોકોને સામનો કરવો પડ્યો હતો.
દ્વારકામાં ભારે વરસાદના કારણે પ૯ લોકોનું એનડીઆરએફ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બે વ્યક્તિને પૂરમાં તણાયા હતાં તેમને પણ બચાવાયા હતાં. સાત કાચા અને બે પાકા મકાનને વીજળીથી નુક્સાન થયું હતું, તો એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ર૦ સ્થળોએ વીજપોલ પડી ગયા હતાં, જ્યારે અનેક સ્થળે વીજવાયરો તૂટી પડ્યા હતાં.
દ્વારકામાં વ્યાપક ફરિયાદના કારણે સ્થિતિ બડી હતી. વાહનચાલકો ફસાયા હતાં. ત્રણ સ્થળે પૂરમાં વાહનો તણાયા હતાં. અનેકને એનડીઆરએફ દ્વારા પાણીમાંથી ઉગારવામાં આવ્યા હતાં. ખંભાળિયાના કાકાભાઈ સિંહણ પાસે ત્રણ લોકો સાથેની મોટરકાર તણાઈ હતી જેમને ગ્રામજનોએ સલામતરીતે ઉગાર્યા હતાં, તો ખંભાળિયા પાસે પણ કાર તણાઈ હતી.
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે કલેક્ટરની સૂચનાથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આજે શિક્ષણ કાર્યમાં રજા જાહેર કરવામાં આવી છે.
દ્વારકાના અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, ગઈકાલે દ્વારકામાં વાદળોની ગડગડાટી અને વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. ગત્ સાંજે ૬ વાગ્યા સુધી અનરાધાર વરસેલા મેઘરાજાના કારણે માર્ગો સુમસામ થઈ ગયા હતાં.
ચાર દિવસથી ધીમી ધારે લબક-ઝબક વરસા ગઈકાલે મન મૂકીને વરસી ગયો હતોે. શહેરનો ૧૦ કિ.મી.નો વિસ્તાર પાણીથી તરબોળ બન્યો હતો.
જગતમંદિરમાં પાંખી હાજરી
દ્વારકાધીશ મંદિરમાં આજે પાંચ વાગ્યે ભગવાનના ઉત્થાનના દર્શન વચ્ચે માત્ર પૂજારી પરિવાર જોવા મળ્યો હતો. તો સાંજથી બન્ને ધ્વજાજીનું આરોહણ પણ યજમાનની નહિવત સંખ્યાની હાજરી વચ્ચે થયું હતું. મંદિરમાં માત્ર પૂજારીએ જ સેવાનો ક્રમ જાળવ્યો હતો.
શહેરના ભદ્રકાલીચોક, ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ, જલારામ મંદિર વિસ્તારમાં પાણી ભરાયા હતાં, તો ભદ્રકાલી માર્ગ હોટલ, ઘર, બેંકો, અને રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસી ગયા હતાં, તો સલામતિ માટે વીજ પુરવઠો બંધ કરાયો હતો. જ્યારે ગોમતી નદીના પાણી ૧૦ કિ.મી.ના માર્ગો ઉપર ફરી વળ્યા હતાં.
ખેતરો જળબંબાકાર
દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો નદીમાં ફેરવાઈ ગયા હતાં. વાવેતર જળમાં ડૂબી ગયું હતું, તો બપોર પછી ૭ થી ૮ ઈંચ વધુ વરસાદ ખાબકતા દ્વારકાનો કુલ ગઈકાલનો વરસાદ ર૦ ઈંચ થયો હતો.
જામનગર જિલ્લાના
તાલુકાઓમાં વરસાદ
જામનગર જિલ્લાના ૬ માંથી પ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જામનગરમાં પોણો ઈંચ, જોડિયામાં પોણો ઈંચ, ધ્રોળ અને લાલપુરમાં ઝાપટા વરસ્યા હતાં. જ્યારે સૌથી વધુ કાલાવડમાં ૭૬ મી.મી. એટલે કે ત્રણ ઈંચ વધુ વરસાદ છેલ્લા ર૪ કલામાં નોંધાયો છે.
આ ઉપરાંત ગઈકાલે જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જેમાં વસઈમાં ૪૬ મી.મી., લાખાબાવળમાં ૪૧ મી.મી., મોટી બાણુંગારમાં ૪૪ મી.મી., ફલ્લામાં ૪૦ મી.મી., જામવણંથલીમાં પ૦ મી.મી., મોટી ભલસાણમાં પપ મી.મી., અલિયાબાડામાં ૩૦ મી.મી., દરેડમાં ૩ર મી.મી., હડિયાણામાં ૧૬ખ મી.મી., બાલંભામાં ૧૪ મી.મી., પીઠડમાં ૧પ મી.મી., જાળિયા દેવાણીમાં રપ મી.મી., ખરેડીમાં ૪૬ મી.મી., ભલસાણ બેરાજામાં પપ મી.મી., નવાગામ રપ મી.મી., મોટા પાંચદેવડામાં ૩૮ મી.મી., સમાણામાં ર૭ મી.મી., જામવાડીમાં રર, ધુનડામાં ૩પ મી.મી., ધ્રાફામાં ૮૦ મી.મી.પ પરડવામાં રર મી.મી.પ પીપરટોડામાં ૩૩, પડાણામાં ૬૦ મી.મી., ભણગોરમાં ૪ર મી.મી., મોટા ખડબામાં ર૦ મી.મી., મોડપરમાં ૬૮ મી.મી. અને હરિપરમાં ૬૦ મી.મી. વરસાદ થયો છે.
લાલપુર મેમાણામાં ભેંસનું મૃત્યુ
લાલપુરના મેમાણા ગામમાં વીજળી ત્રાટકતા એક ભેંસનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળ્યા છે.
રૂપેણ બંદરે પહોંચી એનડીઆરએફની ટીમ
દ્વારકા શહેરના દાખલ થતા અનેક રસ્તાઓ પાણી ભરાતા બંધ થઈ ગયા છે તથા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા એનડીઆરએફની ટીમો મોકલવામાં આવતા ડેપ્યુટી કલેક્ટર ભગોરા રૂપેણ બંદરે ટીમો સાથે પહોંચ્યા છે તથા ત્યાં પણ દંગાઓમાં પાણી ભરાયા છે તથા રસ્તાઓ ખોલવા માટે નગરપાલિકા ફાયરબ્રિગેડની ટૂકડી તથા એનડીઆરએફની ટૂકડીઓ કામે લાગી છે.
જળાશયો છલકાયા
ગઈકાલે ખંભાળિયાના સિંહણ ડેમ તથા સિંધણી ડેમ સહિતના ડેમો ચાર ઓવરફ્લો થયા હતાં એ પછી આજે બપોરે ૧ર વાગ્યે ભાણવડ પાસે વર્તુ એક ડેમ જે ખૂબ મોટો છે તે ઓવરફ્લો થયો છે તથા ખંભાળિયાના શેઢા ભાડથર ગામ પાસેનો શેઢા ભડથરી ડેમ પણ ઓવરફ્લો થયો છે. હજુ જિલ્લાના બીજા ડેમોમાં પણ નોંધપાત્ર આવક ચાલુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial